- ભારત દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે ગુરપતવંત સિંહ પન્નૂ
- પન્નૂ આચરણની મર્યાદા ઓળંગશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે
- ગત વર્ષે માર્ચ મહિનામાં ભારતીય દૂતાવાસમાં આગચંપીનો કર્યો હતો પ્રયાસ
અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ રિચર્ડ વર્માએ કહ્યું કે જો ભારત દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવેલ ગુરપતવંત સિંહ પન્નૂ તેની મર્યાદા ઓળંગશે તો તેની અને તેના લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક ઈન્ટરવ્યુમાં વર્માએ કહ્યું કે દરેક વ્યક્તિએ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાની જરૂર છે. યુએસના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસે જણાવ્યું હતું કે, "હું ચોક્કસ કેસોમાં જવા માંગતો નથી, પરંતુ પન્નૂના કેસમાં પાછા આવીને, દરેકે કાયદામાં રહીને કામ કરવું પડશે. જો કોઈ કાયદાની મર્યાદા ઓળંગશે તો કાર્યવાહી કરવામાં આવશે."
અમેરિકા કોઈ ખોટું પગલું નહીં સ્વીકારે: વર્મા
જ્યારે વર્માને પૂછવામાં આવ્યું કે અમેરિકા ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે કાર્યવાહી કેમ નથી કરી રહ્યું, તેનો જવાબ સમજવામાં ભારતની જનતાને મુશ્કેલી થઈ રહી છે. તો તેના પર, રિચર્ડ વર્માએ કહ્યું કે, અમેરિકન સરકાર કોઈપણ પ્રકારની હેરાનગતિ સહન નહિ કરે, ખાસ કરીને રાજદ્વારીઓ વિરુદ્ધ કોઈપણ ખોટું પગલું સ્વીકારવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જ્યારે લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરે છે ત્યારે નિયમો દરેક માટે અલગ-અલગ હોય છે. કોઈપણ રાજદ્વારીની હેરાનગતિ ચલાવી લેવામાં આવશે નહિ. આપણે તે સમજવું જરૂરી છે કે આચરણની સીમા શું છે. અમે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરીશું અને અમેરિકાએ ભૂતકાળમાં પણ આવી કાર્યવાહી કરી છે.
ગત વર્ષે ભારતીય દૂતાવાસને સળગાવવાનો કર્યો હતો પ્રયાસ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જાણે છે કે જે કોઈ હિંસા કે હુમલામાં સામેલ હોય તેમને જવાબદાર ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે અમારી ટીમે આ કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. તમામ ભારતીય રાજદ્વારીઓ અમેરિકામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જણાવી દઈએ કે ગત વર્ષે માર્ચ મહિનામાં ખાલિસ્તાની સમર્થકોએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને આગચંપીનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય જુલાઈ મહિનામાં પણ ભારતીય કોન્સ્યુલેટમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.