- પાકિસ્તાન હવે શાંતિથી રહેવા માંગે છે: શાહબાઝ શરીફ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે ચાલો બેસીને વાત કરીએ: પાકિસ્તાનના PM
- મેં પ્રેસિડન્ટને કહ્યું છે કે તમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અગત્યનો રોલ નિભાવી શકો છો
પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હાલત એવી છે કે ત્યાંના લોકોને ખાવા માટે લોટે મળતો નથી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં પાડોશી દેશ માટે તેમનો અવાજ બદલાતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાને પાઠ શીખી લીધો છે અને હવે તે શાંતિથી રહેવા માંગે છે.
અલ અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દરેક સમસ્યા પર ચર્ચા કરવા તૈયાર છે. શાહબાઝ શરીફે કહ્યું કે હું ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે આપણે વાતચીતના ટેબલ પર બેસીને દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ.
પાકિસ્તાને પાઠ ભણી લીધો - શાહબાઝ
ભારત સાથેના સંબંધો સુધારવાની હિમાયત કરતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે અમે પાડોશી છીએ. એ આપણા પર છે કે આપણે શાંતિથી રહીએ. પ્રગતિ કરીએ કે એકબીજા સાથે લડીએ અને સમય-સંસાધનોને બર્બાદ કરીએ.” તેમણે વધુમાં કહ્યું કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડી ચૂકયા છે અને દરેક વખતે તે લોકો વધુ કંગાળી, ગરીબી અને બેરોજગારી લાવ્યા છે. અમે અમારો પાઠ શીખી લીધો છે અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ.
વાતચીતનો સંદેશ
શાહબાઝ શરીફે કહ્યું કે અમે અમારી સમસ્યાના ઉકેલ માટે તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે ચાલો બેસીને વાત કરીએ. પાકિસ્તાન નથી ઈચ્છતું કે આપણે બોમ્બ અને દારૂગોળો બનાવવામાં ખર્ચ કરીએ.
યુદ્ધને વિનાશકારી ગણાવ્યું
પરમાણુ શક્તિ હોવાનો ઉલ્લેખ કરીને શરીફે કહ્યું કે યુદ્ધ કોઈના માટે સારું નથી. તેમણે કહ્યું કે આપણે પરમાણુ શક્તિઓ છીએ, સશસ્ત્ર છીએ અને જો ભગવાન ના કરે કે યુદ્ધની છેડાય તો જે થયું તે બતાવા માટે કોણ જીવીત રહેશે. મેં પ્રેસિડન્ટ મોહમ્મદ બિન જાયદને કહ્યું છે કે તમે ભારત અના પાકિસ્તાનની વચ્ચે અગત્યનો રોલ નિભાવી શકો છો.









