- અમેરિકામાં ફરી એકવાર મૉલમાં ગોળીબારની ઘટના
- ઈજાગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનો પોલીસનો દાવો
- ગોળીબાર પાછળનું કારણ અકબંધ, કિશોરની અટકાયત
અમેરિકાના કેનસાસ સિટીમાં આવેલા મોટા શોપિંગ મૉલમાં ગોળીબારની ઘટના સર્જાઈ હતી. જેમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ગુરુવારે સાંજે .5.45 થઈ હોવાનો સ્થાનિક પોલીસે દાવો કર્યો હતો. મૉલની અંદર ગોળીબાર થયો ત્યારે મૉલમાં ઘણું બધું નુકસાન થયું હતું. ગ્રાઉન્ડ પર આવેલી ફૂડકોર્ટમાં અચાનક ગોળીબાર થતા લોકોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ થઈ હતી. બે લોકોને ત્યાં જ ગોળી વાગતા ત્યાં જ ઢળી પડયા હતા. અન્ય લોકો નાસભાગને લીધે ઈજાગ્રસ્થ થયાનું પણ સામે આવ્યું હતું. જો કે પોલીસે એક 14 વર્ષના કિશોરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.













