- વિદ્યાર્થીઓના માનસિક આરોગ્યની ચિંતા છતાં દીકરાને બંદૂકનો વાપરવાની બેદરકારી દાખવી
- આરોપી શૂટર સહિત તમામ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા
- વર્ષ-2021 સ્કૂલમાં ગોળીબાર કેસમાં કોર્ટે દંપતીને આજીવન કેસની સજા ફટકારી
અમેરિકામાં વધી રહેલા સામૂહિક ગોળીબારના કેસને જોતા કોર્ટે ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો હતો. વર્ષ-2021માં મિશિગનની ઓક્સફોર્ડ હાઈસ્કૂલમાં 17 વર્ષનાં વિદ્યાર્થી દ્વારા ગોળીબારના કેસમાં કોર્ટે આરોપી શૂટર તેમજ તેના માતા-પિતા (જેમ્સ ક્રમ્બલી અને જેનિફર)ને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા હોવા છતાં માતાપિતાએ તેમના પુત્રને બંદૂકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ઘોર બેદરકારી દર્શાવી હતી. જોકે, જેમ્સ ક્રમ્બલીના વકીલે તેમના બચાવમાં કહ્યું હતું કે માતા-પિતાએ તેમના પુત્રમાં માનસિક બીમારીના કોઈ ચિહ્નો જોયા નથી જેનાથી કોઈ જોખમ ઊભું થાય.
બંદૂક ભેટમાં આપી, તેણે મારું જીવન બરબાદ કરી દીધું













