- વિક્ટોરિયામાં એક વૃદ્ધે 5 ભારતીયોને લીધા અડફેટે
- 9 અને 11 વર્ષના 2 બાળકો સહિત કુલ 5 ભારતીયોના મોત
- દુર્ઘટનાને લઇ PM એન્થોની અલ્બાનિસે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં નશામાં ધૂત વ્યક્તિએ કાર પબના ગાર્ડનમાં ફરી વળી હતી જેમાં 9 અને 11 વર્ષના બે બાળકો સહિત કુલ 5 ભારતીયોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ કારની અડફેટે આવતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં વિવેક ભાટિયા (ઉ.વ. 38), તેમનો દીકરો વિહાન(ઉ.વ. 11), પ્રતિભા શર્મા(ઉ.વ. 44), તેમની દીકરી અન્વી(ઉ.વ. 9) અને સાથી જતિન ચુઘ (ઉ.વ. 30) મોત નીપજ્યા છે. ઘટના અનુસાર એક એસયુવી રોડ કિનારે બનેલા ફૂટપાથ પર ચઢી ગઈ હતી અને પછી તે રોયલ ડેલેસફોર્ડ હોટેલના લોનમાં બેસેલા ગ્રાહકો પર ફરી વળી હતી. ભાટિયાની પત્ની રુચિ (ઉ.વ. 36), નાનો દીકરો અબીર (ઉ.વ. 6) અને 11 મહિનાના બાળકો સહિત 5 અન્ય લોકો ઘાયલ થયા હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.













