- પાકિસ્તાનમાં મોંઘવારી, વીજળીના ઉચ્ચ દરોને લઈ લોકો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે
- રવિવારે રાવલપિંડીમાં સાંજે ધરણાને રાજકીય નેતા સંબોધન કરશે
- પાકિસ્તાનની રાજકીય પાર્ટી દ્વારા સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન
પાકિસ્તાન સરકાર દ્વારા વીજળી બિલ અને પેન્શનર્સના દરમાં કરેલા વધારાનો વિરોધ તેજ થયો છે. પાકિસ્તાનના રાજનીતિક સંગઠન જમાત-એ-ઈસ્લામીએ શનિવારે સતત બીજા દિવસે રાવલપિંડી, ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જમાત-ઐ-ઈસ્લામીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વીજળી બિલને ઓછું કરવા અને મોંઘવારી ઘટાડવા સરકારને અપીલ કરી હતી
અગાઉ જમાત-ઐ-ઈસ્લામીએ રાજધાની ઈસ્લામાબાદના ડી ચોકથી રેલી કાઢીને પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ પોલીસે કાર્યકરોને રોકી દીધા હતા. ત્યારબાદ પાર્ટીની યોજના બદલતા રાવલપિંડીના મુર્રી રોડ, ચુંગી નંબર-22 અને ઈસ્લામાબાદના એચ-8 બ્રિજ પર વિરોધ પ્રદર્શન યોજાયું. જમાત-એ-ઈસ્લામીના પ્રમુખ હાફિઝ નઈમે કાર્યકરોને સંબોધિત કરતા માંગણી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી.
તેઓએ જણાવ્યું કે અમારી માંગ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમારી માંગ સરળ છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર જનતાને રાહત આપે. પાર્ટી દેશની કઠોર સમસ્યાઓને જાણ કરશે. પરંતુ વીજળી દરોના મુદ્દે સમાધાન કરી શકાય છે. સરકાર ખાનગી વીજળી કંપનીઓ સાથે વાતચીત કરી દરોને ઓછા કરી શકે છે. જ્યાં સુધી અમારી માંગ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી વિરોધ યથાવત્ રહેશે.
નઈમે અંતમાં જણાવ્ચું કે જો પાકિસ્તાનની સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન આપશે તો અમે વાતચીત માટે તૈયાર છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ મુદ્દે વાતચીત માટે એક સમિતિ બનાવે. તેઓએ રવિવાર સાંજ સુધી મુર્રી રોડ પર ધરણાને સંબોધિત કરવાની મોટી જાહેરાત કરી છે. તેમને લોકોને ધરણામાં જોડાવા અને પોતાના અધિકારો પ્રત્યે લડવાની અપીલ કરી છે.
જમાત-એ-ઈસ્લામી પાકિસ્તાનની સૌથી જૂની પાર્ટીઓમાંની એક છે. અને મોટાપાયે વિરોધ પ્રદર્શન માટે જાણીતી છે. આના પ્રદર્શનકારી હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા રહે છે. પરંતુ નઈમે આરોપ મૂક્યો કે તેના ઘણા કાર્યકરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેઓએ માંગ કરી કે કાર્યકરોને જલ્દીથી જલ્દી મુક્ત કરવામાં આવે.
પૂર્વ વડાપ્રધાનની પાર્ટીએ કર્યું વિરોધ
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની નેતૃત્વ ધરાવતી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના ટેકેદારોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેઓએ વીજળી દરોને ઓછા કરવા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જેલથી મુક્તિની માંગ કરી હતી. વિરોધ કરતા પાર્ટીના કાર્યકરોને પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. જો કે પીટીઆઈ સરકાર તરફથી લગાવેલા પ્રતિબંધોને લીધે ઈસ્લામાબાદમાં પ્રદર્શન ન કરી શક્યા. જ્યારે લાહોરમાં પંજાબ પ્રાંતની એજન્સીઓને બંને પાર્ટીઓના 150 કાર્યકરોની ધરપકડ કરી હતી.