સ્વીડનમાં બે વર્ષ કરતાં નાની વયના બાળકોને સ્ક્રીનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારે સલાહમાં સ્પષ્ટ કહ્યું છે કે બાળકોને ટીવી અને મોબાઇલ ફોન સહિત કોઇપણ સ્ક્રીનનો ઉપયોગ કરવાની અનુમતિ આપવી જોઇએ નહીં.
સરકારની સલાહ અનુસાર કિશોરોને પણ દિવસમાં ત્રણ કલાક જ સ્ક્રીનનો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવશે. બેતી પાંચ વર્ષના બાળકને દિવસમાં એક કલાક તથા 6-12 વર્ષના બાળકને બે કલાક તથા કિશોરોને દિવસમાં ત્રણ કલાક માટે જ સ્ક્રીનનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે. સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા માટે ફ્રાન્સ સરકારે સૌથી કડક દિશાનિર્દેશો બહાર પાડયા છે. તેણે ત્રણ વર્ષ કરતાં નીચી વય ધરાવતાં
બાળકોને સ્ક્રીન સામે જરાપણ સમય નહી આપવાની સલાહ આપી છે. ગત એપ્રિલમાં પ્રસિદ્ધ થયેલાં એક રિપોર્ટ બાદ આ સલાહ આપવામાં આવી હતી. આ રિપોર્ટ માટેની સંશોધન ટીમને ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમૈનુએલ મેક્રો દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી.
ટીવી, મોબાઇલની સ્ક્રીનનો સમાવેશ
આયર્લેન્ડ, અમેરિકાએ પણ બાળકોમાં મોબાઇલ ફોનના ઉપયોગને લઇને દિશાનિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. તેના અનુસાર નાના બાળકો પરિવાર અને દોસ્તોની સાથે વીડિયો કોલમાં સામેલ થઇ શકે છે. જ્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સ્વીડન આ પ્રકારનું અંતર કરતાં નથી. તેમણે કડક દિશાનિર્દેશો બહાર પાડયા છે. નોંધનીય છે કે તાજેતરના અભ્યાસોમાં બાળકો દ્વારા સ્ક્રિનનો વધારે પડતો ઉપયોગ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોવાનું બહાર આવ્યા બાદ આ નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે.