• ઇઝરાયેલ-હમાસ ઘર્ષણનો મુદ્દો યુએનમાં ફરી ઊઠયો

  • રુચિરા કંબોજે યુએનમાં ભારપૂર્વક કહ્યું- ભારતનો સંદેશ સ્પષ્ટ અને સુસંગત રહ્યો
  • ભારતે માનવતાના ધોરણે યુદ્ધવિરામના પ્રયાસોની સરાહના કરી છે

ઇઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા દોઢેક મહિનાથી યુદ્ધ જારી છે, જેમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતે માનવતાના ધોરણે યુદ્ધવિરામના પ્રયાસોની સરાહના કરી છે. સાથે જ તણાવ ઘટાડવા અને પેલેસ્ટાઇનના લોકોને તત્કાળ માનવીય સહાય પૂરી પાડવા માટેના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોની પણ સરાહના કરી છે. ગાઝા પટ્ટીમાં માનવીય સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પૂર્ણ સત્રની અનૌપચારિક બેઠકમાં યુએન ખાતેના ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે ભારતનો સંદેશ સ્પષ્ટ અને સુસંગત રહ્યો છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયના એવા તમામ પ્રયાસોને આવકારે છે કે જે ઘર્ષણ ઘટાડવાની દિશામાં પ્રયાસ કરે છે અને પેલેસ્ટાઇનના લોકો માટે તત્કાળ માનવીય સહાય પૂરી પાડવા સક્ષમ બનાવે છે. અમે આતંકવાદના તમામ સ્વરૂપોનો દૃઢતાથી વિરોધ કરીએ છીએ. અમે સ્પષ્ટ રીતે હિંસાની વિરુદ્ધ છીએ અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરવાની તરફેણમાં છીએ. સાથે જ સુનિશ્ચિત કરીએ છીએ કે તણાવ વધતો રોકવામાં આવે, માનવતાના ધોરણે સહાય જારી રહે અને તમામ બંધકોને કોઇ પણ જાતની શરતો વિના મુક્ત કરવામાં આવે. તમામ પક્ષકારો જલદી શાંતિ અને સ્થિરતાની દિશામાં કામ કરે. રુચિરાએ પેલેસ્ટાઇનના લોકોને માનવતાના ધોરણે સહાય પૂરી પાડવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

માલ્ટાના પ્રસ્તાવની તરફેણમાં 12 વોટ પડયા

ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (યુએન સિક્યોરિટી કાઉન્સિલ-યુએનએસસી) સમગ્ર ગાઝામાં માનવતાના ધોરણે તત્કાળ યુદ્ધવિરામની હાકલ કરી હતી, જેથી ગાઝા પટ્ટીમાં સહાય પહોંચાડી શકાય. તે માટે 15 સભ્યની પરિષદે ગત બુધવારે પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં હમાસ તથા અન્ય સમૂહો દ્વારા બંધક બનાવવામાં આવેલા તમામ લોકોની તત્કાળ બિનશરતી મુક્તિની સાથોસાથ તત્કાળ માનવીય સહાય પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવા હાકલ કરાઇ હતી.


  • Follow us on: