- ફિનલેન્ડ સતત સાતમા વર્ષે દુનિયાનો સૌથી હેપ્પી એટલે કે ખુશ દેશ બન્યો
- સૌથી ખુશ દેશોમાં હવે દુનિયાના કોઈપણ મોટા દેશો સામેલ નથી
- વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં અમેરિકા પ્રથમવાર 12 વર્ષના ઈતિહાસમાં ટોપ-20થી બહાર
ફિનલેન્ડ સતત સાતમા વર્ષે દુનિયાનો સૌથી હેપ્પી એટલે કે ખુશ દેશ બન્યો છે. એક નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા 20 સૌથી ખુશ દેશોની યાદીથી બહાર ફેંકાઈ ગયો છે. ગેલપ અને તેના સહયોગીઓ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વર્ષ-2024 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં અમેરિકા પ્રથમવાર 12 વર્ષના ઈતિહાસમાં ટોપ-20થી બહાર ધકેલાઈ ગયો છે.
ગત વર્ષે 15માં સ્થાને રહેલા અમેરિકાએ આ વખતે 23મું સ્થાને ખસેડાયો છે. જ્યારે વર્ષ-2020માં તાલિબનના નિયંત્રણ ધરાવતા અને માનવીય તબાહીથી ત્રસ્ત અફઘાનિસ્તાન સર્વેમાં સામેલ 143 દેશોમાં સૌથી નીચે સ્થાન પર છે. આ ખુલાસો બુધવારે પ્રકાશિત સંયુક્ત રાષ્ટ્ર (યુનો)ના વાર્ષિક વિશ્વ ખુશહાલી રિપોર્ટમાં થયો છે. તો વળી આ લિસ્ટમાં ભારત 126 નંબર પર છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન 108માં સ્થાને આવે છે.
ક્યા આધારે રેંકિંગ પ્રસિદ્ધ થાય છે?
હેપ્પીનેસ રેંકિંગ લોકોનાં જીવન સંતોષના પોતાના મૂલ્યાંકની સાથે જીડીપી, સામાજિક સમર્થન, આરોગ્યપ્રદ જીવન, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર પર આધારિત છે.
આ પ્રથમવાર છે કે જ્યારે નવી રેંકિંગમાં અમેરિકા 23માં સ્થાને અને જર્મની 24માં સ્થાને આવી ગયું છે. કોસ્ટા રિકા અને કુવૈતે 12 અને 13માં સ્થાન પર ટોપ-20માં એન્ટ્રી મારી છે. ઉંમરના હિસાબથી વધુ બારીકાઈથી જોવા, લિથુઆનિયા 30થી ઓછી ઉંમરના લોકોની યાદીમાં ટોપર છે. જ્યારે ડેનમાર્ક 60 અને અને તેનાથી વધુ ઉંમર ધરાવતા લોકો દુનિયામાં સૌથી વધુ ખુશ છે.
આ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે સૌથી ખુશ દેશોમાં હવે દુનિયાના કોઈપણ મોટા દેશો સામેલ નથી. ટોપ-10 દેશમાં માત્ર નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વસ્તી 15 મિલિયનથી વધુ છે. વર્ષ 2006-10 પછી હેપ્પીનેસ ઈન્ડેક્સમાં સૌથી વધુ તેજીમાં ઘટાડો અફઘાનિસ્તાન, લેબનોન અને જોર્નમાં જોવા મળ્યો છે. જ્યારે પૂર્વ યુરોપના દેશો જેમ કે, બુલ્ગારિયા અને લાતવિયા સૌથી મોટી વધારે નોંધાઈ છે.
આ રહ્યાં દુનિયાના સૌથી ખુશ દેશોની યાદી
ફિનલેન્ડ
ડેનમાર્ક
આઇસલેન્ડ
સ્વીડન
ઇઝરાયેલ
નેધરલેન્ડ
નોર્વે
લક્ઝમબર્ગ
સ્વિટ્ઝર્લૅન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ
કોસ્ટા રિકા
કુવૈત
ઑસ્ટ્રિયા
કેનેડા
બેલ્જિયમ
આયર્લેન્ડ
ચેકિયા
લિથુનિયન
યુનાઇટેડ કિંગડમ
સ્લોવેનિયા
સંયુક્ત આરબ અમીરાત
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
જર્મની
મેક્સિકો
ઉરુગ્વે
ફ્રાન્સ
સાઉદી આરબ
કોસોવો
સિંગાપુર
ચીનનો તાઈવાન પ્રાંત
રોમાનિયા
એલ સાલ્વાડોર
એસ્ટોનિયા
પોલેન્ડ
સ્પેન
સર્બિયા
ચિલી
પનામા
માલ્ટા
ઇટાલી
ગ્વાટેમાલા
નિકારાગુઆ
બ્રાઝીલ
સ્લોવેકિયા
લાતવિયા
ઉઝબેકિસ્તાન
આર્જેન્ટિના
કઝાકિસ્તાન
સાયપ્રસ
જાપાન
દક્ષિણ કોરિયા
ફિલિપાઇન્સ
વિયેતનામ
પોર્ટુગલ
હંગેરી
પેરાગ્વે
થાઈલેન્ડ
મલેશિયા
ચીન
હોન્ડુરાસ
બહેરીન
ક્રોએશિયા
ગ્રીસ
બોસ્નિયા-હર્જેગોવિના
લિબિયા
જમૈકા
પેરુ
ડોમિનિકન રિપબ્લિક
મોરેશિયસ
મોલ્ડોવા
રશિયા
બોલિવિયા
એક્વાડોર
કિર્ગિસ્તાન
મોન્ટેનેગ્રો
મોંગોલિયા
કોલંબિયા
વેનેઝુએલા
ઈન્ડોનેશિયા
બલ્ગેરિયા
આર્મેનિયા
દક્ષિણ આફ્રિકા
ઉત્તર મેસેડોનિયા
અલ્જેરિયા
હોંગ કોંગ SAR. ચીન તરફથી
અલ્બેનિયા
તાજિકિસ્તાન
કોંગો (બ્રાઝાવિલે)
મોઝામ્બિક
જ્યોર્જિયા
ઈરાક
નેપાળ
લાઓસ
ગેબોન
હાથીદાંત કિનારો
ગિની
તુર્કી
સેનેગલ
ઈરાન
અઝરબૈજાન
નાઇજીરીયા
પેલેસ્ટાઈન રાજ્ય
કેમરૂન
યુક્રેન
નામિબિયા
મોરોક્કો
પાકિસ્તાન
નાઇજર
બુર્કિના ફાસો
મોરિટાનિયા
ગેમ્બિયા
ચાડ
કેન્યા
ટ્યુનિશિયા
બેનિન
યુગાન્ડા
મ્યાનમાર
કંબોડિયા
ઘાના
લાઇબેરિયા
માળી
મેડાગાસ્કર
જાઓ
જોર્ડન
ભારત
ઇજિપ્ત
શ્રિલંકા
બાંગ્લાદેશ
ઇથોપિયા
તાંઝાનિયા
કોમોરો
યમન
ઝામ્બિયા
આસ્વાતિની
માલાવી
બોત્સ્વાના
ઝિમ્બાબ્વે
કોંગો (કિન્શાસા)
સિએરા લિયોન
લેસોથો
લેબનોન
અફઘાનિસ્તાન