• સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રૂચિકા કંબોજે આ અંગેની જાણકારી આપી
  • યુએન શાંતિસેના વિરુદ્ધ ગુનાઓનો રેકોર્ડ કરી જવાબદાર ઠેરવવા મદદરૂપ થશે
  • ભારતની યુએન રાજદૂત રૂચિકા કંબોજે છેલ્લા વર્ષમાં GOFની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો


ભારતે યુનાઈટેડ નેશન્સ (UN) પીસકીપર્સ વિરુદ્ધ ગુનાઓ રેકોર્ડ કરવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે એક નવો ડેટાબેઝ શરૂ કર્યો છે. ભારતની યુએન એમ્બેસેડર રૂચિકા કંબોજે આ માહિતી આપી છે. ડેટાબેઝના લોન્ચની જાહેરાત મંગળવારે ભારતની આગેવાની હેઠળના ગૃપ ઓફ ફ્રેન્ડ્સ (GOF) વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવી હતી.

ભારત ડેટાબેઝ લોન્ચ કર્યું

રુચિકા કંબોજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "યુએન પીસકીપર્સ વિરુદ્ધ ગુનાઓ રેકોર્ડ કરવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે એક નવો ડેટાબેઝ શરૂ કરવા માટે આનંદ થયો."

ડેટાબેઝ ઓનલાઈન રિપોઝીટરી તરીકે કાર્ય કરવા માટે રચાયેલ છે. ભારત દ્વારા પ્રાયોજિત આ ડેટાબેઝ યુનાઈટ અવેર પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવ્યો છે. આ મીટીંગમાં રૂચિકા કંબોજે છેલ્લા વર્ષમાં GOFની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. GOF ની સ્થાપના 2022 માં કરવામાં આવી હતી. બ્લુ હેમલેટ્સ સામેના ગુનાઓ માટે જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે યુએન કાઉન્સિલના તેના પ્રમુખપદ દરમિયાન ભારત દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. ભારત, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ફ્રાન્સ, મોરોક્કો અને નેપાળ GOFના સહ-અધ્યક્ષ છે. આમાં 40 અન્ય દેશો પણ સામેલ છે.

GOFની બીજી બેઠક મંગળવારે યોજાઈ હતી, જેમાં શાંતિ રક્ષકોને નિશાન બનાવતા ગુનેગારો સામે કાયદાકીય માળખાને મજબૂત કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ લો કમિશનના પ્રતિષ્ઠિત સભ્ય અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બિમલ પટેલે આ વિષય પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.


  • Follow us on: