- ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર મોટી વાત કહી
- કોવીડ દરમિયાન ચીની સેનાએ ભારતમાં પ્રવેશ કર્યો: એસ. જયશંકર
- ચીન સાથે ખરાબ અનુભવને લીધે સંબંધો સારા નથી: વિદેશમંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે બેઇજિંગ સાથે નવી દિલ્હીના સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે કેવી રીતે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી.
જાપાનની રાજધાની ટોક્યોમાં પ્રેસ સાથે વાત કરતા જયશંકરે કહ્યું, "અમારા અનુભવના આધારે ચીન વિશે અમારી પાસે મંતવ્યો છે. ચીન સાથેના અમારા સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેનું મુખ્ય કારણ એ છે કે 2020માં કોવિડ રોગચાળા દરમિયાન ચીને મોટી સંખ્યામાં સૈનિકો સરહદી વિસ્તારોમાં લાવીને અમારી સાથેના કરારોનું ઉલ્લંઘન કર્યું હતું અને જેના લીધે બંને તરફના સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.













