• વિદેશમંત્રી એસ. જયશંકર બે દિવસની નેપાળ મુલાકાતે 
  • નેપાળ ભૂકંપમાં થયા હતા 128ના મોત, 141 ઘાયલ
  • વિદેશમંત્રીએ નેપાલને આપ્યો રાહત પેકેજનો પહેલો હપ્તો 

ભૂકંપનો સામનો કરવા માટે ભારત સરકાર નેપાળને 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જાહેરાત કરી છે. વિદેશમંત્રી જયશંકર હાલ બે દિવસીય નેપાળની મુલાકાતે છે. ગયા વર્ષે નવેમ્બરમાં આવેલા ભૂકંપના કારણે લગભગ 128 લોકોના મોત થયા હતા જ્યારે 141 લોકો ઘાયલ થયા હતા.

વિદેશ મંત્રીએ શુક્રવારે નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન, તેમણે કહ્યું, "ગઈકાલે, મેં નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડને ભૂકંપ પ્રભાવિત જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓના પુનર્નિર્માણ માટે 1,000 કરોડ નેપાળી રૂપિયાનું નાણાકીય પેકેજ આપવાની વાત કહી છે. તાજેતરના વર્ષોમાં અમે ભારત નેપાળ સંબંધોમાંમાં વાસ્તવિક પરિવર્તન જોયું છે. બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઈ છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી અનેકગણી વધી છે. એટલું જ નહીં, અમે ભૌતિક, ડિજિટલ અને ઉર્જા ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ કરી છે." તેમણે વધુમાં કહ્યું, "આ વખતે મારી નેપાળની મુલાકાત દરમિયાન, અમે ઉર્જા ક્ષેત્ર સહિત ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા છે."

વિદેશમંત્રીએ આપ્યો ભૂકંપ રાહત પેકેજનો પ્રથમ હપ્તો

મીડિયા રિપોર્ટ અનુસાર, કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર અને નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદ વચ્ચે ગુરુવારે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રીએ નેપાળને ભૂકંપ સહાયનો પ્રથમ હપ્તો આપ્યો છે. દૂતાવાસે કહ્યું કે, રાહત પુરવઠા માટે ભારત તરફથી 200 ઘર, 1200 ધાબળા, 150 ટેન્ટ અને 2000 સ્લીપિંગ બેગ આપવામાં આવી છે.200 ઘરોમાંથી 20 ઘર તત્કાળ આપી દેવામાં આવ્યા છે અને બાકીના ઘર આવનાર સમયમાં જુદા જુદા હપ્તાઓમાં આપવામાં આવશે.



  • Follow us on: