- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની એક દિવસીય મુલાકાત
- ભારત અને યુક્રેન વચ્ચે 4 મહત્વના MOU પર હસ્તાક્ષર કરાયા
- માનવતાવાદી સહાય, કૃષિ, ખાદ્ય, સાંસ્કૃતિક સહકાર, દવાઓ અંગે કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની એક દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચે 4 મહત્વના એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને યુક્રેનના મંત્રી વચ્ચે માનવતાવાદી સહાય અંગે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ MOU પર ભારત સરકારના સચિવો અને યુક્રેન સરકારના મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પ્રથમ MOUમાં માનવતાવાદી સહાય, બીજામાં કૃષિ, ખાદ્ય અને ત્રીજા MOUમાં સાંસ્કૃતિક સહકારને સ્થાન આપવામાં આવ્યું છે. દવાઓ અંગે ચોથા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
