- સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું વધુ એક પગલું
- હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવશે જેટ એન્જિન RD-33
- RD-33 એન્જિન માટે ચીન પર નિર્ભર છે પાકિસ્તાન
ભારત પોતાને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વદેશી બનાવટના શસ્ત્રો અને વિમાનો પર સતત પ્રયાસો કરી રહ્યું છે. હવે આ શ્રેણીમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારત ટૂંક સમયમાં સ્વદેશી ફાઈટર પ્લેનને પાવર આપવા માટે એન્જિન બનાવવાનું શરૂ કરશે. ટૂંક સમયમાં એક ટીમ RD-33 એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે. આ એન્જિન ભારતીય વાયુસેનાના મિગ-29 ફ્લીટને પાવર આપશે.

આ કદમથી મિગ-29 ફાઈટર પ્લેનની ઓપરેશનલ લાઈફ પણ વધશે. જો કે આ એન્જિન બનાવવામાં રશિયાની મદદ લેવામાં આવશે. આ અંગે રશિયા સાથે સમજૂતી કરવામાં આવી છે. રસપ્રદ વાત તો એ છે કે ભારતમાં RD-33 એન્જિન બનાવવાની વાત ચાલી રહી છે. તે એન્જિનનો ઉપયોગ પાકિસ્તાનના JF-17 થંડર ફાઈટર એરક્રાફ્ટમાં પણ કરવામાં આવી રહ્યો રહ્યો છે. અને પાકિસ્તાને આ ફાઇટર જેટના એન્જિન માટે ચીનના ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશન પર આધાર રાખવો પડે છે. JF-17 વિશે વાત કરીએ તો, તે એક લાઇટ વેઇટ, મલ્ટીપર્પઝ અને સિંગલ એન્જિન ફાઇટર એરક્રાફ્ટ છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) કંપનીને આ કામ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. 1 માર્ચ, 2024ના રોજ રક્ષા મંત્રાલયે RD-33 એન્જિનના નિર્માણ માટે કંપનીને 5,249.72 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ અંગે ભારતીય રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે 'આ એરો એન્જિન HALના કોરાપુટ ડિવિઝનમાં બનાવવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એન્જિનના નિર્માણથી અન્ય ઘણી વસ્તુઓની સાથે સ્વદેશી થીમ હેઠળ કામ કરવામાં મદદ મળશે. HALને ભારતીય વાયુસેનાના મિકોયાન-ગુરેવિચ મિગ-29 ફાઇટર એરક્રાફ્ટ માટે 100 થી વધુ ક્લિમોવ RD-33 એન્જિન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.