• લાઈવ પ્રેસ કોલ દરમિયાન સુનિતા વિલિયમ્સે કરી વાત
  • સુનિતા વિલિયમ્સ હજી પણ અન્ય સાથી સાથે અવકાશમાં ફસાયેલી છે
  • પૃથ્વી પર પાછા ફરવાને લઈને તેણે કહ્યું છે કે આશા છે કે તે જલ્દી થશે

5 જૂને અવકાશમાં ઉડાન ભર્યા પછી, સુનિતા વિલિયમ્સ અને તેના સાથી વિલ્મોર હજી પણ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા છે. ત્યાંથી પૃથ્વી પર પાછા ફરવાની રાહ જોઈ રહેલા આ જોડીએ બુધવારે કહ્યું કે તેઓને વિશ્વાસ છે કે બોઈંગ સ્ટારલાઈનર ટૂંક સમયમાં તેમને ઘરે લાવશે. બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે 5 જૂને નવા અવકાશયાનમાં ઉડાન ભરી હતી. તેઓ બીજા દિવસે અવકાશમાં પહોંચ્યા. આ મિશન એક અઠવાડિયાનું હતું. પરંતુ સફર દરમિયાન થ્રસ્ટર નિષ્ફળતા અને હિલીયમ લીકને કારણે તેમનું પરત ફરવું મોકૂફ રાખવામાં આવ્યું હતું.

લાઈવ પ્રેસ કોલ દરમિયાન કરી વાત

તેમના પરત આવવા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ નાસાના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ જુલાઈના અંત સુધીમાં તેમને પાછા લાવવા માંગે છે. ગઈકાલે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે મીડિયા સાથે લાઈવ વાત કરી હતી. સ્પેસ સ્ટેશનથી લાઈવ પ્રેસ કોલ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તેમને હજુ પણ સ્ટારલાઈનર ટીમ અને અવકાશયાનમાં વિશ્વાસ છે, મિશન કમાન્ડર વિલ્મોરે જવાબ આપ્યો, "અમને સંપૂર્ણ વિશ્વાસ છે." સુનીતા વિલિયમ્સે જવાબ આપ્યો, "મને પૂરી આશા છે કે અવકાશયાન આપણને ઘરે લાવશે, કોઈ સમસ્યા નહીં થાય."

 

તેણે કહ્યું કે તે સ્પેસ સ્ટેશન પર પોતાનો સમય એન્જોય કરી રહી છે. તે કેટલાક સંશોધન પણ કરી રહ્યા છે. તે માઈક્રોગ્રેવીટી વાતાવરણમાં જીન સિક્વન્સિંગ જેવા વિજ્ઞાનના પ્રયોગો કરી રહ્યા છે. તેઓએ સ્પેસ સ્ટેશન પર સમસ્યાઓના કિસ્સામાં સ્ટારલાઈનરને "સલામત આશ્રયસ્થાન" તરીકે વર્ણવ્યું અને એ પણ તપાસ કરી કે અવકાશયાનની જીવન-બચાવ સિસ્ટમો અંદર ચાર લોકો સાથે કેવી રીતે કાર્ય કરે છે.

સમસ્યાઓને વધુ સારી રીતે સમજવાની જરૂર

જો કે, વિલ્મોર અને વિલિયમ્સ ઘરે પાછા ફરે તે પહેલાં, એન્જિનિયરિંગ ટીમોએ સ્ટારલાઈનર દ્વારા અનુભવાયેલી કેટલીક તકનીકી સમસ્યાઓના મૂળ કારણોને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. આ માટે તેમને પૃથ્વી પર સમાન થ્રસ્ટર્સ અને હિલીયમ સીલના વધુ સિમ્યુલેશન ચલાવવાની જરૂર છે. જાણકારી મુજબ ટીમને લોન્ચિંગ પહેલા ખબર હતી કે સ્પેસક્રાફ્ટમાં હિલિયમ લીક છે, પરંતુ ઉડાન દરમિયાન વધુ લીકેજની સમસ્યા દેખાવા લાગી. એક પ્રેસ કોલમાં, બોઈંગના એક્ઝિક્યુટિવ માર્ક નેપ્પીએ મીડિયાને જણાવ્યું કે થ્રસ્ટરની નિષ્ફળતાનું કારણ ઓવરહીટિંગ ​હતું.

Image - X

  • Follow us on: