ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાના ભરપુર વખાણ થયા. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેના ઘણા આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. ઓપરેશન સિંદૂરને લઈને હવે પાકિસ્તાનના ડોઝિયરમાં મોટો ખૂલાસો થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જેટલું ભારતીય સેનાએ જણાવ્યું છે તેના કરતા પણ વધારે પાકિસ્તાનને નુકસાન થયું છે.
ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ફક્ત આતંકી ઠેકાણાઓને ન ટાર્ગેટ કર્યા હતા. પરંતું તેના પછી પાકિસ્તાની સેનાએ વળતો હુમલો કર્યો. તેણે ભારતના ઘણા શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા હુમલો કરવાની કોશિશ કરી, પણ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધી. જો કે જવાબી કાર્યવાહી કરતા ભારતે પાકિસ્તાનના ઘણા એરબેઝ તોડી પાડ્યા. પાકિસ્તાનના સૌન્ય ઠેકાણાઓને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું.













