કેનેડામાં બે જૂથો વચ્ચે થયેલી ગોળીબારમાં ફસાતા 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું. હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે હરસિમરત રંધાવા બસ સ્ટોપ પર રાહ જોઈ રહી હતી ત્યારે બે વાહનો વચ્ચે ગોળીબારની ઘટના દરમિયાન એક ગોળી તેમને વાગી હતી. મોહૌક કોલેજની વિદ્યાર્થીની રંધાવા ઓન્ટારિયોના હેમિલ્ટનમાં જ્યારે આ ઘટના બની ત્યારે કામ પર જઈ રહી હતી. છેલ્લા ચાર મહિનામાં કેનેડામાં મૃત્યુ પામેલી તે ચોથી ભારતીય છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે રંધાવા નિર્દોષ હતી તે છતા તે ગોળીબારનો શિકાર બની.
"ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે... સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, તે એક નિર્દોષ પીડિતા હતી, જે બે વાહનો વચ્ચે ગોળીબારની ઘટના દરમિયાન એક ગોળીથી ઘાતક રીતે ઘાયલ થઈ હતી. "હાલમાં હત્યાની તપાસ ચાલી રહી છે. તેઓ તેના પરિવાર સાથે સંપર્કમાં છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે,” એમ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે.












