- ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે
- ભારત સતત વિકાસ, અને ડિજિટલ ડિલિવરીમાં નવી ઉર્જા સ્થાપિત કરવામાં સફળ થયું
- અમારી થીમ વન અર્થ, એક પરિવાર, એક ભવિષ્ય ખૂબ જ સારી રીતે રજૂ કરાઈ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. આ સમય દરમિયાન તેમણે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ભારતના G20 પ્રેસિડન્સી વિશે એક મોટી વાત કહી હતી.
ભારતની G-20 અધ્યક્ષતાની પ્રશંસા
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારતના G-20 પ્રેસિડન્સીએ વિશ્વને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત સતત વિકાસ, અને ડિજિટલ ડિલિવરીમાં નવી ઉર્જા સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે.
'ભારત દુનિયા એકસાથે લાવ્યું'
જયશંકરે જણાવ્યું હતું કે આજના મુખ્ય પડકારો, તે જળવાયુ પરિવર્તન હોય, આર્થિક પ્રગતિ હોય કે સામાજિક કલ્યાણ હોય એકલતામાં અસરકારક રીતે ઉકેલી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતે વિશ્વને એકસાથે લાવવા માટે જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું છે. અમારી થીમ વન અર્થ, એક પરિવાર, એક ભવિષ્ય આજે સાંસ્કૃતિક રીતે આપણી સમક્ષ ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.
વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ 2023 વોશિંગ્ટનમાં યોજાયો
નોંધનીયે છે કે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ 2023 અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ રહ્યો છે. આ કલાકારો માટે તેમની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ છે. આર્ટ ઓફ લિવિંગની ચોથી આવૃત્તિનું આયોજન 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
'આ તહેવારને કોઈ ચૂકવા માંગતું નથી'
શ્રી રવિશંકરે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ચોથો વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ રહ્યો છે. આ સમય દરમિયાન વિવિધ સંસ્કૃતિ, ધર્મ, જાતિ અને વય જૂથોના લોકો એક મંચ પર હશે અને વિશ્વને સંદેશ આપશે કે તેઓ એક વિશ્વ પરિવાર છે. રવિશંકરે કહ્યું હતું કે આ એક એવો ઉત્સવ હતો જેને કોઈ ચૂકવા માંગશે નહીં.