- BIMSTECના નવા મહાસચિવની આજે નિયુક્તિ
- ઈન્દ્રમણિ પાંડેની BIMSTECના મહાસચિવ તરીકે નિમણૂક
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો
બે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)ના નવા મહાસચિવની આજે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પહેલી વખત કોઈ ભારતીયને જવાબદારી સોંપવામાં આવી છે.
ઈન્દ્રમણિ પાંડેની BIMSTECના મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે ખુશી વ્યક્ત કરતા આ સમાચાર શેર કરતા કહ્યું કે, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થા BIMSTECના મહાસચિવ તરીકે મારી નિમણૂકએ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.
BIMSTECનું મુખ્યાલય ઢાકામાં છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. નવી જવાબદારી મળવા પર, ઇદ્રમણિ પાંડેએ BIMSTECના મહાસચિવની પ્રતિષ્ઠિત અને પડકારજનક જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.

ઈન્દ્રમણિ પાંડે કોણ છે?
ઈન્દ્રમણિ પાંડે ભારતીય વિદેશ સેવાના 1990 બેચના અધિકારી છે. હાલમાં તેઓ જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે. હવે તેને નવી અને મોટી જવાબદારી મળવા જઈ રહી છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈન્દ્રમણિ પાંડેએ વિદેશ મંત્રાલયનો એક સ્ક્રીન શૉટ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીયને BIMSTECના મહાસચિવનું પદ મળવા જઈ રહ્યું છે. તેઓ ટૂંક સમયમાં પોતાનો ચાર્જ સંભાળશે.