- હાર્દિક પંડયાની કેપ્ટનશિપની સ્ટાઈલ અંગે સિનિયર ખેલાડીઓએ ફરિયાદ કરી હતી
- ક્રિકેટર હાર્દિક પંડ્યાની ઊલ્ટી ગણતરી શરૂ થઈ
- ટીમના ડ્રેસિંગ રૂમમાં પહેલા જેવો માહોલ ન રહ્યાનો દાવો
હાર્દિક પંડયાએ કદાચ જ વિચાર્યું હશે કે મુંબઈ ઈન્ડિયન્સમાં તેનું પરત આવવું આટલું ખરાબ સાબિત થશે. પોતાની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સ સતત બે સિઝન આઈપીએલ ફાઈનલમાં પહોંચ્યા પછી તે મુંબઈ ગયો હતો. જેને લઈ પહેલાં તો મુંબઈના ફેંસમાં ઉત્સાહ હતો પરંતુ જ્યારે રોહિત શર્માના સ્થાને ટીમના કેપ્ટનને નિયુક્ત કરાયો તો આ જોશ ગુસ્સામાં ફેરવાયો અને ત્યારબાદ સતત તેના ટાર્ગેટ પર છે.
હવે તેની કેપ્ટનશિપમાં ટીમ આ સિઝનમાં સૌથી પહેલા પ્લે ઓફની રેસથી બહાર થયું છે. ઉપરાંત હાર્દિકની કેપ્ટનશિપ પર ખતરો ઊભો થયો છે. કારણ કે સિનિયર ખેલાડીઓએ તેની સ્ટાઈલ પર સવાલ ઊભા કર્યા છે.
સિનિયર ખેલાડીઓએ કરી ફરિયાદ
મળતી માહિતી અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના ઘણા સિનિયર ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશિપ ટીમને ચલવવાની રીત પર સવાર ઊભા કર્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે એક મેચ પછી રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ સહિત ટીમના તમામ ખેલાડીઓએ કોચિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. જે બાદ કેટલાક સિનિયર ખેલાડીઓએ અલગથી વાત કરતા ટીમના કંગાળ પ્રદર્શનનું કારણ જણાવ્યું.
આઈપીએલ મેચની શરૂઆતના ગાળાની મેચોમાં હાર્દિક પંડયાના ઘણા બધા નિર્ણયો પર પ્રશ્ન થયો છે. ક્યારેક જસપ્રીત બુમરાહની બોલિંગ તો કોઈવાર બેટિંગ ઓર્ડરમાં યોગ્ય સમયે યો્ય ખેલાડીને રમવા ન મોકલવો, ઘણીવાર એવું જોવા મળ્યું છે. ઉપરાંત મેચમાં હાર્યા પછી નામ લીધા વગર બેટ્સમેન તિલક વર્માને જવાબદાર ઠેરવવા હાર્દિક પર વધુ સવાલ ઉઠયા છે.