- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત વધી રહ્યો છે તણાવ
- ઈરાન દ્વારા કબજે કરાયું કથિત ઇઝરાયલનું જહાજ
- કબજે કરાયેલ જહાજ MSC Aries પર 17 ભારતીય નાગરિકો
Iran Israel Conflicts: મિડલ ઇસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ભારત પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. આ દરમિયાન ઈરાન દ્વારા કથિત ઈઝરાયેલનું એક જહાજ કબજે કરવામાં આવ્યું છે જેને લઈને ભારત માટે મુશ્કેલી ઉભી થઈ છે. આ જહાજમાં સવાર 25 સભ્યોમાંથી 17 સભ્યો ભારતીય નાગરિક છે. ભારત આ મામલે ઈરાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. નવી દિલ્હીએ ભારતીય નાગરિકોને મુક્ત કરવા માટે તેના રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાન પર સંપૂર્ણ દબાણ કર્યું છે.
અહેવાલો અનુસાર, સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ઓમાનની ખાડીમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા કબજે કરવામાં આવેલા જહાજમાં 17 ભારતીયો સવાર છે. સુરક્ષા, સલામતી તેમજ તેના નાગરિકોની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત પહેલેથી જ ઈરાની અધિકારીઓના સંપર્કમાં છે. એક સૂત્રનું કહેવું છે કે, "અમારી માહિતી છે કે એક કાર્ગો જહાજ 'MSC Aries' પર ઈરાન દ્વારા નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.”










