ઈરાનના સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ ધાર્મિક વિધિ બાદ લોકોને સંબોધન કર્યું હતું. તેઓએ મંગળવારે ઈરાને ઈઝરાયલ પર કરેલા મિસાઈલ હુમલાને લઈ પોતાનું સંબોધન કર્યું. જેમાં પેલેસ્ટાઈન હક માટે ઈઝરાયલ પર હુમલા કરાયા અને આગામી સમયમાં જો જરૂર જણાશે તો ફરી ઈઝરાયલ પર હુમલા કરાશે. ખામેનેઈએ કહ્યું કે, અમે પોતાની જવાબદારી પૂર્ણ કરી આગળ પણ નિભાવીશું. અમે ઉતાવળ નહીં કરીએ.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે જો જરૂર જણાશે તો અમે ઈઝરાયલ ઉપર ફરી હુમલા કરીશું. હિઝબુલ્લા અને લેબેનોનના લોકો પોતાના હક માટે લડી રહ્યા છે. લેબેનોનના લોકોએ પોતાની સુરક્ષા અને ઈઝરાયલ વિરુદ્દ લડયા છે. હમાસ પણ પેલેસ્ટાઈના લોકોનાં હક માટે ઈઝરાયલ વિરુદ્ધ લડી રહ્યું છે.
ઈરાનના સુપ્રીમ નેતા અયાતુલ્લા ખામેનેઈએ વિશ્વના લોકોને પોતાને સાથ આપવાની અપીલ કરી હતી. એકથવાની જરૂર જણાવી હતી. ખામેનેઈએ હિઝબુલ્લા ચીફ હસન નસરલ્લાના મોત પર દુખ વ્યક્ત કરી કહ્યું કે, સંકટના સમયે ઈરાન લેબેનોનના પડખે છે.
ગાઝા યુદ્ધ પર ખામેનેઈનું આ નિવેદન રહ્યું ?
ઈરાનના સુપ્રીમ નેતા ખામેનેઈએ ગાઝા યુદ્ધને લઈ ઈઝરાયલ અને તેના ટેકેદાર દેશોને ટાર્ગેટ પર લીધા હતા. ખામેનેઈએ ગત વર્ષે ઈઝરાયલ પર હમાસના હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તે પોતાના હક માટે લડી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદો પેલેસ્ટાઈનીઓને પોતાની જમીનની રક્ષા કરવાનો અધિકાર આપે છે.
ખામેનેઈએ વધુમાં કહ્યું કે, જે રીતે લેબેનોનમાં અત્યાચાર કરાઈ રહ્યા છે એ રીતે ગત વર્ષે પણ આ સમયમાં આવા અત્ચાચાર થયો હતો. ખામેનેઈએ કહ્યું કે, ગાઝામાં જે થયું તે સૌએ જોયું. લોકો વિરોધ દર્શાવે છે કે હિઝબુલ્લા ગાઝાના લોકોની મદદ શા માટે કરી રહ્યો છે ? પરંતુ આ એક કાયદો છે કે અમે વિસ્વના લોકોને મદદ કરીએ.
હિઝબુલ્લા ચીફ નસરલ્લાને શહીદનો દરજ્જો
ઈરાનના સુપ્રીમ વડા ખામેનેઈએ હિઝબુલ્લા ચીફ હસન નસરલ્લાના મોતને શહીદી ગણાવી હતી. વધુમાં ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલ સામે નસરલ્લાહ લડી રહ્યા હતા. તેઓના મોતથી અમે દુખી છીએ. પરંતુ હાર્યા નથી. ઈરાનની સંવેદના લેબેનોનની સાથે છે. લેબેનોનના સંકટમાં ઈરાન સાથે ઊભું છે.
અયાતુલ્લા અલ ખામેનેઈએ હસન નસરલ્લાના મોતને પણ બલિદાન ગણાવ્યું હતું. અરબ દેશોને ઈરાનને ટેકો આપવાની અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું કે, આપણા સૌનો દુશ્મન એક છે, જે ઈરાનનો દુશ્મન છે તે ઈરાક, લેબેનોન અને ઈજિપ્તનો દુશ્મન છે.