ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 26 ઑક્ટોબરથી સત્તાવાર રીતે યુદ્ધના મંડાણ શરૂ થઈ ચુક્યા છે. પ્રથમવાર ઈઝરાયલે ઈરાન ઈરાન પર લીધેલા પગલાનો સ્વીકા કર્યો છે. ઈરાને પણ ઈઝરાયલના હુમલામાં નુકસાન થયાની વાત સ્વીકારી છે. ઈઝરાયલે ઈરાન પર શનિવારે વહેલી પરોઢિયે વિનાશકારી હુમલો કર્યો હતો, જેમાં તહેરાન અને બીજા ઠેકાણાઓને ટાર્ગેટ કરાયા હતા.

ઈઝરાયલ આર્મીનું કહેવું છે કે આ હુમલો તેના હેતુ માટે સફળ રહ્યો છે અને તેણે ઈરાનને ચેતવણી આપી છે કે કોઈપણ વળતા હુમલાનો જવાબ ખૂબ જ મજબૂત હશે. ચાલો સમજીએ કે આ સમયે બંને દેશો પાસે કયા વિકલ્પો છે અને આગળ શું થઈ શકે છે.

શું ઈરાન ચૂપ રહેશે?
ઈઝરાયલના ભીષણ હુમલા બાદ ઈરાને શાંત પ્રતિક્રિયા આપી છે. તેના એર ડિફેન્સ ફોર્સે માત્ર એક સંતુલિત નિવેદન બહાર પાડ્યું છે, જે અગાઉના હુમલાઓ પર તેમની તીવ્ર પ્રતિક્રિયાઓથી દૂર છે. આ બદલાવના કારણોને ધ્યાનમાં લેતા, એવું માની શકાય છે કે કાં તો ઈરાન આ વખતે સાવચેતીપૂર્વકની વ્યૂહરચના બનાવી રહ્યું છે અથવા તેણે હાલ પૂરતું સીધો મુકાબલો ટાળવાનું નક્કી કર્યું છે. આ હોવા છતાં, ઈઝરાયલને લઈને ઈરાનનું મૌન લાંબા સમય સુધી અવગણવું મુશ્કેલ હોઈ શકે છે.

આખરે ઈઝરાયલનો હેતુ શું છે?
ઈઝરાયલનો હેતુ સ્પષ્ટ છે - ઈરાનના લશ્કરી અને રાજકીય માળખાને નબળો પાડવાનો. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પહેલા જ કહી ચુક્યા છે કે તેમનું લક્ષ્ય ઈરાનના શાસનમાં પરિવર્તન લાવવાનું છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે પણ આ ઓપરેશનને અસ્તિત્વની લડાઈ ગણાવી છે, જ્યાં ઈઝરાયલ ઇરાનને લશ્કરી અને રાજકીય રીતે નબળું પાડવા માગે છે. આ અંતર્ગત ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખમેની અને તેમના નેતૃત્વને પડકારવામાં આવી રહ્યા છે.

આગળ શું થઈ શકે?
ઈઝરાયલની આગામી યોજના ઈરાન ઈઝરાયલ સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નિર્ભર છે, તો ઈઝરાયલની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આનાથી પણ મોટા અને આકરા હુમલા કરશે. હમાસ અને હિઝબુલ્લાહની જેમ ઈઝરાયલ પણ આ વખતે ઈરાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વને સંપૂર્ણપણે ખતમ કરવાની રણનીતિ અપનાવી શકે છે. આ સાથે ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યૂહાત્મક હુમલા અને સાયબર વૉર દ્વારા નિશાન બનાવી શકાય છે.

  • Follow us on: