ઈઝરાયલના હવાઈ હુમલાથી લેબેનોનમાં ભારે વિનાશ વેરાયો છે. હિઝબુલ્લાએ પણ ઈઝરાયલ પર વળતો હુમલો કરી રહ્યું છે. જેથી અહીં સ્થિતિ તંગ બનેલી છે. આને જોતા ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને લેબેનોન છોડવા માટે જણાવ્યું છે. ઉપરાંત આગામી સૂચના ન મળે ત્યાં સુધી દેશના નાગરિકોને લેબેનોનનો પ્રવાસ ન ખેડવાની સલાહ પણ આપી છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, જે લોકો કોઈપણ કારણથી લેબેનોનમાં રહી રહ્યા છે. તેઓને સાવધાની રાખવી જોઈએ. પોતાની કામગીરી મર્યાદિત રાખવી જોઈએ. મદદ માટે બેરુતમાં ભારતીય દૂતાવાસે ઈ-મેઈલ આઈડી [email protected] અથવા ફોન નંબર +96176860128 પર સંપર્ક કરવો. ઉલ્લેખનીય છે કે, હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ બની ચુકી છે. બંને એકબીજા પર ભીષણ હુમલા કરી રહ્યા છે.
મોટાપાયે યુદ્ધુ ફાટી નીકળે તેવી આશંકા: જો બાઈડેન
અત્યાર સુધીના હુમલામાં લેબેનોનમાં હિઝબુલ્લાને ભારે નુકસાન થયું છે. બેરુતમાં વિનાશ વેરાયો છે. ગનપાઉડરની ગંધ હવામાં પ્રસરી ગઈ છે. આ દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે મોટો દાવો કર્યો છે કે ઈઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે તણાવ વધવાને લીધે મોટાપાયે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા છે. જો કે, આ ખૂનખરાબો રોકવા કોઈ રસ્તો નીકળી શકે છે.
જો બાઈડેને મીડિયાને વાતચીત કરતા એ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ગોલીબાર વચ્ચે ઈઝરાયલના આર્મી ચીફે પોતાની સેના લેબેનોનમાં જમીન પર કાર્યવાહી કરવા તૈયારી કરી રહી છે. તેનો હેતુ હિઝબુલ્લાનો નાશ કરવાનો છે.
ઈઝરાયલ અનામત સૈનિકોને સક્રિય કર્યા
લેબેનોનના આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે બુધવારે ઈઝરાયલના હવાઈ હુમલામાં 51 લોકોનાં મોત થયા છે. ઉપરાંત 223 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આંકડા ગત બે દિવસમાં થયેલી ખાનાખરાબીની છે. આ ઉપરાંત 564 લોકોનાં મોત થયા છે જ્યારે એક હજાર 800થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મોતને ભેટેલા લોકોમાં આશરે 150 મહિલાઓ છે. વર્ષ-2006માં ઈઝરાયલ-હિઝબુલ્લા યુદ્ધ પછી આ અઠવાડમાં થયેલી આ સૌથી ભીષણ હુમલો છે.
હિઝબુલ્લાએ બુધવારે વહેલી સવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત ઈઝરાયલમાં ઘણા સ્થળે મિસાઈલથી હુમલા કર્યા હતા. ઈઝરાયલે પણ હિઝબુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. હિઝબુલ્લાનો તેલ અવીવ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો. ઈઝરાયલનું કહેવું છે કે, તે હિઝબુલ્લાની સાથે વધતા તણાવને જોતા પોતાના રિઝર્વ સૈનિકોને સક્રિય કરી રહ્યું છે.













