ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને વધુ એક સફળતા મળી છે. ઈઝરાયલની સૈન્યના દાવા અનુસાર, ઑક્ટોબર મહિનામાં શરૂમાં બેરુતમાં કરાયેલી એક એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાના ચીફ નસરલ્લાહ હાશેમ સફીદ્દીનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઈઝરાયલે આ ખુલાસો હુમલાના 19 દિવસ પછી કર્યો છે, આ અહેવાલની પુષ્ટિ હિઝબુલ્લા તરફથી નથી કરવામાં આવી
આઈડીફએ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, ચાર ઑક્ટોબરના રોજ દહિયાહ ક્ષેત્રમાં હિઝબુલ્લાના ગુપ્તચર કાર્યાલયને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. હવે આ વાતને સમર્થન મળી શકે છે આશરે ત્રણ અઠવાડિયા અગાઉ થયેલા હુમલામાં હિઝબુલ્લાના કાર્યકારી પરિષદના ચીફ હાશેમ સફીદ્દીન તરફથી હિઝબુલ્લાના ગુપ્તચર વિભાગના પ્રમુખ અલી હુસૈન હાજિમાની સાથે ડઝન હિઝબુલ્લાના કમાન્ડર મોતને ભેટયા હતા.
ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ માહિતી આપી હતી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાના નેતૃત્વને નિશાન બનાવવામાં સેનાની સફળતા વિશે પહેલેથી જ માહિતી આપી હતી, પરંતુ સફીદ્દીનનું નામ લીધું ન હતું. નેતન્યાહૂએ નિવેદનમાં કહ્યું હતું કે, "અમે લેબેનોનમાં અમારા સતત હુમલાઓમાં હજારો આતંકવાદીઓને મારી નાખ્યા છે, જેમાં નસરાલ્લાહ પોતે અને નસરાલ્લાહ પછીના નેતાઓનો પણ સમાવેશ થાય છે."
સફીદીન કોણ હતો?
સફીદ્દીન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા છે, જે હિઝબુલ્લાહની સર્વોચ્ચ રાજકીય નિર્ણય લેતી સંસ્થા છે, અને થોડા વર્ષો પહેલા નસરાલ્લાહના અનુગામી તરીકે કથિત રીતે પસંદ કરવામાં આવ્યા હતા. તે નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો અને તેના અનુગામી તરીકે જોવામાં આવતો હતો.
ઇઝરાયલ નેતૃત્વને ખતમ કરવામાં વ્યસ્ત છે
"અમે નસરાલ્લાહ, તેના અનુગામીઓ અને હિઝબુલ્લાહના મોટા ભાગના વરિષ્ઠ નેતૃત્વ સુધી પહોંચી ગયા છીએ," IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ નેતૃત્વને નિશાન બનાવવાના લશ્કરના ઉદ્દેશ્ય પર ભાર મૂકતા જણાવ્યું હતું. તેણે આગળ કહ્યું, "આ ઓપરેશન્સ હિઝબુલ્લાહ તરફથી ચાલી રહેલા જોખમોને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યા છે."










