• બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જશે ઈઝરાયેલ
  • છેલ્લા 10 દિવસથી ગાઝા પર ઈઝરાયેલના હુમલા
  • ઈઝરાયેલના 1400 અને પેલેસ્ટાઈનના 2700 લોકો માર્યા ગયા

ઇઝરાયલ-હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ યથાવત છે. છેલ્લા 10 દિવસથી ગાઝા પર ઈઝરાયેલ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. તેવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલની મુલાકાત અંગે વિચારણા કરી છે. 

મળતી માહિતી મુજબ ઇઝરાયલ-હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બુધવારે ઈઝરાયેલ જશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસથી ઇઝરાયલ-હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક વાર હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તો તેને જડબાતોડ જવાબ આપવા માટે ઇઝરાયેલ પણ ઇનેક ફાયટર પ્લેન અને હજારોની સંખ્યામાં સૈનિકોને રણમેદાનમાં ઉતાર્યા છે. તેવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ઈઝરાયેલની મુલાકા કરશે. હાલમાં  ઈઝરાયેલના 1400 અને પેલેસ્ટાઈનના 2700 લોકો માર્યા ગયા

[[$googlead]]

જો બાયડન અને ઇઝરાયેલના નેતાઓ છેલ્લે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન મળ્યા હતા. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન સાઉદી અને ઇજિપ્તના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સોમવારે ઇઝરાયેલ પરત ફરે તેવી શક્યતા છે અને એક્સિઓસે અહેવાલ આપ્યો છે કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ પણ જો બાયડને સંઘર્ષ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમંત્રણ આપ્યું છે. પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલના નેતાઓ સંઘર્ષમાં મધ્યસ્થી કરવા ઇજિપ્ત પર દબાણ કરી રહ્યા છે અને યુએસએ દેશ પર રફાહ સરહદ ક્રોસિંગ ખોલવા દબાણ કર્યું છે.

[[$alsoread]]

આમ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વિસ્ફોટક યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોના મોત થયા છે, જમીન પર તણાવ વધી રહ્યો છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બિડેને ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. તેની તરફથી તે દેશોને પણ ચેતવણી આપવામાં આવી છે જે આ યુદ્ધમાં હમાસને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • Follow us on: