• સાઉથ આફ્રિકાએ ગાઝામાં નરસંહારને લઈને કર્યો કેસ
  • ઈઝરાયેલે સાઉથ આફ્રિકાની અરજીને નકારી
  • અત્યાર સુધીમાં 21,507 લોકોના મોત, મોટાભાગના મહિલા અને બાળકો

ઈઝરાયેલ હમાસની વચ્ચે 83 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયે ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે અને તેના કારણે અહીં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. હુમલાને લઈને દુનિયાભરના અનેક દેશ ઈઝરાયેલની નિંદા કરી રહ્યા છે. આ સમયે સાઉથ આફ્રિકાએ ગાઝામાં ઈઝારાયેલના નરસંહારને લઈને શુક્રવારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ નોંધાવ્યો છે અને સાથે ઈઝરાયેલે આ કેસને નકારી દીધો છે.

શું છે ફરિયાદ

નિવેદનના આધારે ICJની અરજી નરસંહાર કન્વેન્શનના આધારે ઈઝરાયેલ દ્વારા પોતાના દાયિત્વોનું કથિત ઉલ્લંઘનથી સંબંધિત છે. તેમાં કહેવાયું છે કે ઈઝરાયેલ ગાઝામાં પેલેસ્ટાઈની લોકોના વિરોધમાં નરસંહાર કરી રહ્યું છે. આ નરસંહારમાં સ્વતંત્રરૂપથી સામેલ છે અને આગળ પણ આવું ચાલશે. સાઉથ આફ્રિકાએ કહ્યું કે ઈઝરાયેલ પેલેસ્ટાઈનીના રાષ્ટ્રીય, નસ્લીય અને જાતીય સમૂહના ભાગમાં ગાઝામાં ખતમ કરવાના ઈરાદાથી સતત હુમલા કરી રહ્યું છે.

 

ઈઝરાયેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી

દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર ઈઝરાયેલે પ્રતિક્રિયા આપી હતી. આના પર ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિયોર હયાતે X (ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું કે ઇઝરાયેલ ICJમાં દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને નકારી કાઢે છે. ઇઝરાયેલ પર હમાસના હિંસક હુમલાઓથી શરૂ થયેલું યુદ્ધ તેના 12મા સપ્તાહે પહોંચ્યું છે. આ સમય દરમિયાન ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે ઉત્તર ગાઝાના વિશાળ વિસ્તારો નાશ પામ્યા છે. ઇઝરાયેલી હવાઈ હુમલાઓ અને જમીની લડાઈ ગાઝાના મધ્ય અને દક્ષિણ જિલ્લાઓ પર કેન્દ્રિત છે.

 

મૃત્યુ પામેલા લોકોના આંકડા

ઇઝરાયેલના ડેટા અનુસાર હમાસના લડવૈયાઓએ 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1,140 લોકો માર્યા ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના ઈઝરાયેલના નાગરિકો હતા. આ સિવાય પેલેસ્ટિનિયન કટ્ટરપંથી જૂથ હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી અડધાથી વધુ યુદ્ધ ક્ષેત્રની અંદર કેદ છે. ઘણા બંધકો પણ માર્યા ગયા છે. હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 21,507 લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

  • Follow us on: