• હમાસ -ઇઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ
  • યુદ્ધમાં બંને તરફથી 4000થી વધુ લોકોના મોત
  • રાશન-પાણી- દવા માટે લોકોના વલખા

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ છેલ્લા 9 દિવસથી ચાલુ છે. ઇઝરાયલ પર હમાસના અચાનક હુમલાએ વિશ્વને ચોંકાવી દીધું હતું. યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે. 

હમાસ -ઇઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ યથાવત

[[$googlead]]

હમાસ અને ઇઝારાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધનો અંત દેખાય જ નથી રહ્યો , પરંતુ યુદ્ધ વધુ ઉગ્ર બનતું જાય છે. બન્નેદ પક્ષો દ્વારા હવાઇ હુમાલાઓ કરવામાં આવે છે તો એક બાજુ આતંકીઓ નાગરિકોને બંધક બનાવી રહ્યા છે. આ યુદ્ધમાં બન્ને તરફથી લોકો પીસાઇ રહ્યા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ છેલ્લા 9 દિવસથી યથાવત છે. બન્ને દેશો તરફથી વળતો જવાબ આપવામાં આવી રહ્યા છે. તો કોઇ ઘાતક હુમલા કરાવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]

યુદ્ધમાં બંને તરફથી 4000થી વધુ લોકોના મોત

જેના પરિણામે હવે ઇઝરાયેલે યુદ્ધ મેદાનમાં બજારોની સંખ્યામાં સૈનિકો રણમેદાનમાં ઉતાર્યા છે. યુદ્ધને લઇ અનેક યુદ્ધનીતિઓ,કૂટનીતિઓ ઘડાઇ રહી છે. જોકે આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોના મોત થયા છે. તો આ સાથે હજારોની સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત છે. લોકોને સારવાર માટે પૂરતા પ્રમાણમાં દવા કે ખોરક મળતો નથી જેના કારણે નાગરિકોની હાલત કફોડી બની છે.

રાશન-પાણી- દવાને લઇ વલખા

હમાસના ઘાતક હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ઘેરાયેલા પેલેસ્ટિનિયનો જમીન પર ઈઝરાયેલ દ્વારા સંભવિત હુમલા પહેલા ખોરાક, પાણી અને સલામત સ્થળ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે હમાસના અણધાર્યા હુમલા બાદ ઈઝરાયેલે સમગ્ર ગાઝા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પેલેસ્ટાઈનીઓને ઉત્તરીય વિસ્તારો ખાલી કરીને દક્ષિણ તરફ જવાનો આદેશ આપ્યો છે. આ ક્ષેત્રમાં અમેરિકન યુદ્ધ જહાજોની તૈનાતી વધવાની સાથે, ઇઝરાયેલની સેના ગાઝા સરહદ પર તૈનાત થયા છે. 

હમાસે 199 લોકોને બનાવ્યા બંધક

ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે, હમાસ અને અન્ય પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ગાઝામાં 199 લોકોને બંધક બનાવી રહ્યા છે, જે અગાઉના અંદાજ કરતા વધારે છે. સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ સોમવારે જણાવ્યું હતું કે બંધકોના પરિવારોને જાણ કરવામાં આવી હતી. બંધકોમાં અનેક વિદેશી નાગરિકો પણ સામેલ છે કે કેમ તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી. એવું માનવામાં આવે છે કે આમાંના મોટાભાગના લોકોને ગાઝા પર શાસન કરતા હમાસ આતંકવાદી જૂથ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે ઉગ્રવાદી જૂથ હમાસને ખતમ કરવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  • Follow us on: