વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ન્યૂયોર્કમાં લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસની મુલાકાતે
PM મોદીની યુએસની મુલાકાતે ગયા હતા. ત્યારે આ અંગે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથેની મુલાકાતમાં PMએ સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનને ભારતના ઐતિહાસિક સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ અને અન્ય ક્ષેત્રોમાં ભારત દ્વારા પેલેસ્ટાઈનને આપવામાં આવતી સતત માનવતાવાદી સહાયનો પણ ઉલ્લેખ કર્યો.
PM મોદીની પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથેની મુલાકાત દરમિયાન, PMએ ગાઝામાં ઉભરી રહેલા માનવતાવાદી સંકટ અને ક્ષેત્રમાં કથળતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. ગાઝા સંઘર્ષ પર વડાપ્રધાને કહ્યું કે અહીં વહેલી તકે શાંતિ સ્થાપિત થવી જોઈએ. PM મોદીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદના બે રાજ્યોના ઉકેલને સમર્થન આપ્યું અને કહ્યું કે આનાથી સ્થાયી શાંતિ લાવી શકાય છે. ભારતે જુલાઈમાં પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીને $2.5 મિલિયનની પ્રથમ હપ્તા જારી કરી હતી.
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ PM મોદીનો આભાર માન્યો
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ રાજકીય મુદ્દાઓ સહિત ભારતને પૂરી પાડવામાં આવતી તમામ સહાય માટે વડા પ્રધાનનો આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભારત તેની સહાયતા ચાલુ રાખશે અને પ્રદેશમાં શાંતિ લાવવામાં તેની ભૂમિકા ભજવશે. બંનેની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.