ઈરાનની રાજધાની તહેરાન પર હુમલાના માત્ર 24 કલાકમાં ઈરાની સૈન્યએ ફરી એક એવું ટવિટ કર્યું છે, જેનો વળતો પ્રહાર તેના ખતરનાક ઈરાદા દર્શાવે છે. અમેરિકાથી લઈ બ્રિટન સુધી ભલે ઈરાન અને ઈઝરાયલને હવે શાંતિ રાખવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ ઈરાનનો ઈરાદો ઈઝરાયલમાં વિનાશ વેરવાનો છે.
ઈરાન દેશની રાજધાની તહેરાન અને બીજા ઘણા શહેરો પર ઈઝરાયલના હુમલામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આ હુમલામાં ઈરાની સેનાના ચાર જવાનોના મોત થયા છે. જ્યારે બીજા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે ઈરાને ઈઝરાયલના આ હુમલાને ખૂબ જ નાનો અને હલકો ગણાવ્યો છે. આમ છતાં ઈરાનનું કહેવું છે કે ભલે ઈઝરાયલના હુમલાની આપણા પર કોઈ ખાસ અસર થઈ ન હોય, પરંતુ તેમની નીડરતાનો બદલો ચોક્કસ લેવામાં આવશે. ઈઝરાયલના હુમલા બાદથી ઈરાનની સેના તરફથી ખતરનાક ટ્વિટ સામે આવી રહી છે.
આ દરમિયાન, ઈરાનની સેનાએ ફરી એક ખતરનાક ટવિટ કર્યું છે, જેના દ્વારા તેણે ઈરાનમાં "મૃત્યુ, વરસાદ અને વિનાશના પૂર"નો સંદેશ આપ્યો છે. ઈરાને પોતાના ટવિટમાં લખ્યું છે કે દુશ્મનો ગર્જનાની જેમ ગર્જના કરતા હતા અને વીજળીની જેમ કૂદતા હતા, પરંતુ આ બધા દેખાવો છતાં તેઓ યુદ્ધમાં નબળા અને ડરેલા સાબિત થયા હતા. જો કે, જ્યાં સુધી આપણે કાર્ય ન કરીએ ત્યાં સુધી અમે બોલતા નથી... અને જ્યાં સુધી પૂર ન આવે ત્યાં સુધી અમે વરસાદ વરસાવતા નથી. ઈરાનના આ ટ્વિટનો સંદેશ સ્પષ્ટ છે કે તેનું કારણ ઈઝરાયલ પર આકરા જવાબી હુમલાની ધમકી છે. આ ટ્વિટમાં ઈરાને ખતરનાક ફતહ મિસાઈલનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેને નિશાન પર ભયંકર વિનાશ કરતી બતાવવામાં આવી છે.
ઈરાને વિનાશ વેરવાનો ધમકી આપી
પોતાના આગામી ટવિટમાં ઈરાનની સેનાએ લખ્યું કે, જો કે, "ઈરાનની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમને લીધે ઈઝરાયલનો ઈરાન પર આખી રાતના હુમલા નિષ્ફળ ગયા, પરંતુ ઈરાન પર હુમલા કરવાની કાર્યવાહીને લીધએ અમે આ આક્રમકતાનો વિનાશ વેરે તેવો આકરો જવાબ આપીશું."
આ ટ્વિટમાં પણ ઈરાનની સેનાએ તેના ફાઈટર જેટ સાથે એરમેનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનું શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેની પણ દેખાઈ રહ્યા છે. આમાં ઈરાની સેનાનું એટેકિંગ સ્ટેન્સ ખમેનાઈના નિર્દેશ પર દર્શાવવામાં આવ્યું છે, જેમાં તેની ખતરનાક મિસાઈલ અને હવા સાથે વાત કરતા વિનાશક ફાઈટર પ્લેન આકાશમાં ડોકિયું કરતા જોવા મળે છે. ઈરાને તેનો મિસાઈલનો ભંડાર પણ પ્રદર્શિત કર્યો છે. ઈરાનનો સંદેશ સ્પષ્ટ છે કે ઈઝરાયલ તેને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે તે આ હુમલાનો ઉગ્ર વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે.













