ઈરાન તરફથી કરાયેલા મિસાઈલ હુમલા પછી હિઝબુલ્લા વિરુદ્ધ ઈઝરાયલે તાબડતોબ વળતો હુમલો કર્યો છે. ઈઝરાયલે લેબેનોનમાં ફરી ફરી બોમ્બમારો કર્યો છે. નવા હુમલામાં લેબેનોનની રાજધાની બેરુતના દક્ષિણ વિસ્તારોમાં હુમલા શરૂ કર્યા છે. બુધવારે સવારે ઈઝરાયલી સૈન્યએ બેરુતમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર પાંચ હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયલના આ ભીષણ હુમલામાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે.


ઈઝરાયેલે ગાઝા પર ભીષણ હુમલો કર્યો

આ અગાઉ મંગળવારે ઇઝરાયેલે મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગયા વર્ષે ઑક્ટોબરથી અત્યાર સુધીમાં ગાઝામાં 41 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

હમાસ ખુશ થયું

ઈરાન-ઈઝરાયલ હુમલા અને હિઝબુલ્લા વચ્ચેના હુમલામાં હુમાસ ખૂબ ખુશ થયું છે. હમાસે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની પ્રશંસા કરી છે. હમાસે કહ્યું છે કે આ હુમલાઓ દ્વારા હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા, હિઝબુલ્લાના નેતા હસન નસરુલ્લાહ અને ઈરાની બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરૌશનના મોતનો બદલો લેવામાં આવ્યો છે. હમાસે કહ્યું, "અમે ઈરાનના હુમલાને વખાણીએ છીએ, જે પ્રદેશના લોકો સામે કબજાના સતત અપરાધોના જવાબમાં છે અને શહીદોના મોતનો બદલો છે."

'ઈરાને ભૂલ કરી'

આ દરમિયાન તમને એ પણ જણાવી દઈએ કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પૂરેપૂરી શક્યતાઓ છે. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી છે. ઈરાનની આ કાર્યવાહી બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયેલ પરનો હુમલો 'નિષ્ફળતા' હતો.

  • Follow us on: