ઈઝરાયલ-ઈરાન વચ્ચે સંઘર્ષને લઈ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિના મંડાણ થઈ ચુક્યા છે. ત્યારે ઈઝરાયલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં 24 ગામડાઓમાં રહેતાં લોકોને ખાલી કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. ઈઝરાયલ તરફથી બુધવારે બપોરે જાહેર કરવામાં આવેલી આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે ઈઝરાયલે તાજેતરમાં જ હિઝબુલ્લા આતંકવાદી જૂથને સમાપ્ત કરવા સરહદી વિસ્તારોની પાસે અભિયાન શરૂ કર્યું છે.

ઈઝરાયલની આર્મીએ આને સીમિત ગ્રાઉન્ડ મિલિટ્રી ઓપરેશન જણાવી રહી છે. આ 24 ગામડાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર બફર ઝોનમાં આવે છે, જેને વર્ષ-2006માં ઈઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે થયેલા પાછલા યુદ્ધ પછી સ્થાપિત કરવામાં આવ્યું હતું. 

શું કહ્યું ઈઝરાયેલની સેનાએ?
ઈઝરાયેલી સૈન્યએ એમ પણ કહ્યું કે પાયદળ અને હથિયારધારી એકમો દક્ષિણ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશનમાં ભાગ લઈ રહ્યા છે.

હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રહેશે
ઈઝરાયેલ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી સરહદી વિસ્તારોમાંથી બેઘર બનેલા ઈઝરાયેલીઓ તેમના ઘરે પાછા ફરવા માટે સુરક્ષિત ન થાય ત્યાં સુધી તે હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રાખશે. આવું થયા બાદ જ ગ્રાઉન્ડ મિલિટ્રી ઓપરેશન પૂર્ણ થશે. ઈઝરાયેલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર જમીની હુમલા શરૂ કર્યા છે.

ઈઝરાયલે બોમ્બમારો કર્યો
આ દરમ્યાન ઈઝરાયલે લેબેનોનમાં ફરી બોમ્બમારો કર્યો છે. લેબેનોનની રાજધાની બેરુતના દક્ષિણી વિસ્તારમાં નવા હુમલા શરૂ કર્યા છે. બુધવારે સવારે ઈઝરાયલી સૈન્યએ બેરુતના દક્ષિણમાં પાંચ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલા હિઝબુલ્લાના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા છે. ઈઝરાયલ તરફથી કરેલા આ હુમલામાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. 
  • Follow us on: