પહેલી ઑકટોબરે મંગળવારે છ મહિનાની અંદર ઈરાને ઈઝરાયલે પર ફરી સૌથી મોટો હુમલો કર્યો છે. મંગળવારની રાત્રે 181 બેલેસ્ટિક મિસાઈલોથી ઈઝરાયલને ટાર્ગેટ બનાવ્યું હતું. જો કે આ હુમલો નિષ્ફળ રહ્યો છે. ઈરાનના હુમલાને લીધે ઈઝરાયલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ. પરંતુ ઈઝરાયલનો કબ્જો ધરાવતા વેસ્ટ બેંકમાં એક પેલેસ્ટાઈન નાગરિકનું મોત થયું છે. 

 

હવામાં મિસાઈલોને નાશ કરી
ઈરાનના આટલા વિનાશકારી હુમલાને નિષ્ફળ કરવાનો શ્રેય ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમને જાય છે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં જ ઈરાની મિસાઈલોને નાશ કરી રહી છે. જો કે, કેટલીક મિસાઈલો ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નથી શકતી.

હવામાં મિસાઈલોને નાશ કરી
ઈરાનના આટલા વિનાશકારી હુમલાને નિષ્ફળ કરવાનો શ્રેય ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમને જાય છે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં જ ઈરાની મિસાઈલોને નાશ કરી રહી છે. જો કે, કેટલીક મિસાઈલો ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નથી શકતી.

ફતેહ મિસાઈલનો પ્રથમ વખત ઉપયોગ
ઈરાને તેની સુપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ ફતેહનો પ્રથમ વખત ઈઝરાયેલ સામે ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલના આકાશમાંથી એક સાથે સેંકડો મિસાઈલોનો વરસાદ થવા લાગ્યો. ઈરાની હુમલાના ડરને કારણે લગભગ 10 લાખ લોકોએ આશ્રયસ્થાનોમાં આશરો લેવો પડ્યો હતો.

ઈઝરાયેલની સક્રિય આયર્ન ડોન અને એરો-3 ઈન્ટરસેપ્ટર એર ડિફેન્સ સિસ્ટમે ઈરાની મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી. આ સિવાય અમેરિકાએ ઈરાનની ઘણી મિસાઈલોને મારવામાં પણ ઈઝરાયેલની મદદ કરી હતી.

એપ્રિલમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એપ્રિલ મહિનામાં ઈઝરાયેલે 200 ડ્રોન અને મિસાઈલથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. પહેલી એપ્રિલે ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં બે સિનિયર ઈરાની કમાન્ડર સહિત કુલ સાત લોકો માર્યા ગયા હતા. આ હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી.

અમારી પાસે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે: નેતન્યાહૂ
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાનનો ઈઝરાયેલ પરનો હુમલો નિષ્ફળ ગયો છે. ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમના કારણે આ બન્યું છે. આપણી એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી આધુનિક છે. ઈરાને મોટી ભૂલ કરી છે. તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.

ઈઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમ્સ
આયર્ન ડોમઃ આયર્ન ડોમ ટૂંકા અંતરની મિસાઈલોનો નાશ કરવામાં સક્ષમ છે. આ સિસ્ટમની મદદથી ઈઝરાયેલ હવામાં 4-70 કિમીની રેન્જવાળા રોકેટ અને મિસાઈલોને નષ્ટ કરે છે.

ડેવિડ સ્લિંગઃ આ ડિફેન્સ સિસ્ટમ મિડ-રેન્જ મિસાઈલ અને રોકેટને હવામાં નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. જો મિસાઈલ 40 થી 300 કિમીના અંતરથી છોડવામાં આવે છે, તો આ એર ડિફેન્સ સિસ્ટમ તેને હવામાં મારવામાં સક્ષમ છે.

એરો-3 ઈન્ટરસેપ્ટર: આ સિસ્ટમ લાંબા અંતરની મિસાઇલોને બેઅસર કરી શકે છે. જો 2,400 કિમીના અંતરથી મિસાઈલ છોડવામાં આવે છે તો ઈઝરાયેલ આ સિસ્ટમની મદદથી તેને રોકે છે.
  • Follow us on: