લેબેનોનની રાજધાની બેરુતમાં ઈઝરાયલે ફરી એકવાર ભીષણ હુમલો શરૂ કર્યો છે. બેરુતની સંસદ પાસે હવાઈ હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. બેરુતના બાચોરા વિસ્તારમાં ગુરુવારે સવારે સંસદ પાસે આવેલા એક બહુમાળી ઈમારતને ઈઝરાયલી સૈન્યએ ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ લેબેનોન સરકારના હેડ કવાર્ટર પર સૌથી મોટો ઈઝરાયલી હુમલો છે. મંગળવારે ઈઝરાયલ પર આશરે 200 મિસાઈલો છોડી હતી. જેથી ઈઝરાયલે તેનો વળતો પ્રહાર શરૂ કર્યો છે. 

મળતી માહિતી અનુસાર, ઈઝરાયલના હવાઈ હુમલામાં લેબેનોનના રાજધાની બેરુતના દક્ષિણ ઉપનગરમાં મિસાઈલ પડી હતી. જ્યાં ગત અઠવાડિયે હિઝબુલ્લા નેતા હસન નસરુલ્લાની હત્યા થઈ હતી. મિસાઈલ પડયા બાદ વિસ્ફોટ થયો હતો. બુધવારે દક્ષિણી શહેરો પર ઈઝરાયલે એક ડઝનથી વધુ હુમલા કર્યા હતા.

 આઠ ઈઝરાયેલ સૈનિકો મૃત્યુ પામ્યા
ઈરાને 180થી વધુ મિસાઈલો છોડ્યાના એક દિવસ બાદ ઈઝરાયેલે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનમાં જમીનની લડાઈમાં તેના આઠ સૈનિકો માર્યા ગયા હતા. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર તેની સેના લેબનોનમાં પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. હિઝબુલ્લાએ કહ્યું કે તેના લડવૈયાઓ લેબનોનમાં ઈઝરાયેલી સેના સાથે અથડામણ કરી. હિઝબોલ્લાહે કહ્યું કે તેણે મેરૂન અલ રાસ નજીક રોકેટ વડે ત્રણ ઇઝરાયેલી મેરકાવા ટેન્કનો નાશ કર્યો.

નેતન્યાહૂએ શોક વ્યક્ત કર્યો
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક શોક વીડિયોમાં જણાવ્યું હતું કે, "અમે ઈરાને કરેલા મિસાઈલ હુમલા બાદ યુદ્ધની ટોચ પર આવી ગયા છીએ, જે ઈઝરાયલને નષ્ટ કરવા માંગે છે. આવું નહીં થઈ શકે, કારણ કે અમારી સાથે ભગવાન છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દેશના દક્ષિણ અને કેન્દ્રમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલ ઉપર 180થી વધુ રોકેટ ફાયર કર્યા બાદ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે, પરંતુ જો ઈઝરાયેલ વધુ કોઈ હુમલો કરશે તો તેનો જવાબ આપવામાં આવશે. સાથે જ ઈઝરાયેલે કહ્યું છે કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.
  • Follow us on: