હમાસ નેતા યાહ્યા સિનવારને તાજેતરમાં ઈઝરાયલી ડિફેન્સ ફોર્સે એક ઓપરેશન હેઠળ ઠાર માર્યો હતો. આ મોટા ઓપરેશનના એક અઠવાડિયા પછી સામે આવ્યું છે કે, સિનવારને આ અગાઉ ગાઝા છોડવા અને ઈજિપ્તને હમાસ તરફથી બંધકોને કરાર પર વાતચીત કરવાની તક આપી હતી. મળતી માહિતી અનુસાર, આ પ્રપોઝલના જવાબમાં સિનવારે આરબ મધ્યસ્થોને કહ્યું કે, હું ઘેરાયેલો નથી. હું પેલેસ્ટાઈન જમીન પર છું. આ નિવેદન સિનવારે સાતમી ઑક્ટોબર 2023ના રોજ થયેલા નરસંહાર પછી આપ્યું જેનું પોતે જ આયોજન કર્યું હતું.
યાહ્યા સિનવારને મોત થવાની ખબર પડી ગઈ હતી
મળતી માહિતી અનુસાર, જેમ-જેમ હમાસ-ઈઝરાયલનું યુદ્ધ આગળ ધપતું ગયું તેમ સિનવારને લાગ્યું કે, તેનું મોત નક્કી છે. તેને મધ્યસ્થોને કહ્યું કે, હમાસની એક નેતાગીરી પસંદ કરવી જોઈએ જે તેની બાદ આ સંગઠનની જવાબદાર સંભાળે. સિનવારને કતારમાં રહેલા હમાસના વાતચીત કરનારે વારંવાર કહ્યું કે તેઓ યુદ્ધવિરામ કરાર પર સહમત ન થાય. તેઓનું માનવું હતું કે, ગાઝામાં વધતી નાગરિક હત્યાઓથી ઈન્ટરનેશનલ દબાણ ઈઝરાયલ પર વધશે.
અગાઉ પણ મુહમ્મદ દૈફને મારવાનો પ્રયાસ થયો
મળતી માહિતી અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાછલી સરકાર દરમિયાન સિનવાર અને તેમના લશ્કરી વડા મુહમ્મદ દેઈફને મારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓનું માનવું હતું કે તેઓ ડરી ગયા હતા. નેતન્યાહૂના અનુગામી નફ્તાલી બેનેટે ઓછામાં ઓછા બે વખત સિન્વારને મારી નાખવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તેમની સરકારના પતનથી આ યોજના નિષ્ફળ ગઈ હતી.
સિનવાર બંધકોને મુક્ત નહિ કરવામાં માનતો હતો
બંધક સોદામાં સૌથી મોટો અવરોધ ગણાતો સિનવાર ગયા બુધવારે દક્ષિણ ગાઝાના રફાહ પડોશમાં ઈઝરાયલી દળો સાથેના ગોળીબારમાં માર્યો ગયો હતો. ઈઝરાયલનું કહેવું છે કે મુહમ્મદ દેઈફની હત્યા જુલાઈમાં થઈ હતી. સિનવારના મૃત્યુએ હવે આશા જન્માવી છે કે હમાસ દ્વારા બંધક બનાવાયેલા 101 લોકોની મુક્તિ માટે લાંબા સમયથી અટકેલી વાતચીત ફરી શરૂ થઈ શકે છે. ઇજિપ્તના અધિકારીઓ યુદ્ધવિરામ હાંસલ કરવા અને ગાઝા પર ઈઝરાયલનું "કડક વલણ" બદલવા માટે આ તકનો લાભ લેવાની આશા રાખી રહ્યા છે.
અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન ઈજિપ્તની મુલાકાત લેશે
અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન મંગળવારે ઇઝરાયલ અને ત્યારબાદ ઇજિપ્તની મુલાકાત લેશે. ઇજિપ્તની રાજધાની કૈરોમાં યોજાનારી મંત્રણામાં ગાઝાના વહીવટ અને ઇજિપ્ત-ગાઝા સરહદ પર આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઇઝરાયેલનું કહેવું છે કે તેને શસ્ત્રોની દાણચોરી રોકવા માટે ગાઝામાં થોડું નિયંત્રણ જાળવી રાખવાની જરૂર છે. ઘણા બંધકોના સંબંધીઓએ નેતન્યાહૂને વિનંતી કરી હોવાથી ઇઝરાયલી અધિકારીઓ બાનમાં સોદા સાથે યુદ્ધનો અંત લાવવાની તક શોધી રહ્યા છે. સિનવારના મૃત્યુ પછી, હમાસ અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી અટવાયેલી વાટાઘાટો કઈ દિશા લેશે અને યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી થઈ શકે છે કે કેમ તે જોવું રહ્યું.










