ઈઝરાયલી કમાન્ડોએ સીરિયામાં અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. પહેલા ફાઈટર જેટ અને હેલિકોપ્ટરથી એરસ્ટ્રાઈક કરી છે. સાયન્ટિફિક રિસર્સ સેન્ટરને ઉડાવી દીધું છે. બેથી ચાર ઈરાની અધિકારીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. તેઓની સાથે જરૂરી ઉપકરણ અને દસ્તાવેજ પણ લેવાયા છે. ત્યારબાદ મિસાઈલ હુમલાથી વિસ્તારમાં ભીષણ વિનાશ વેર્યો છે.



ઈઝરાયલી કમાન્ડો દળોએ સીરિયામાં હાજર ઈરાની અધિકારીઓનું અપહરણ કરી લીધું છે. આ હુમલો નવ સપ્ટેમ્પબરનો છે. સીરિયાના મસયફ અને હામા વિસ્તારમાં ઈરાનના ટેકેદાર આતંકવાદી જૂથોના લોકો રહે છે. અહીં ઈરાનના અધિકારીઓ આવ્યા હતા. ઈઝરાયલે પહેલા એરસ્ટ્રાઈક કરી પછી ગ્રાઉન્ડ ઓપરેશન કર્યા પછી મિસાઈલ એટેક કર્યો હતો.

અપહરણ કરાયેલા ઈરાની અધિકારીઓ હકીકતમાં નિષ્ણાતો છે

ઉલ્લેખનીય છે કે, આ ઈરાની અધિકારીઓ જુદાજુદા નિષ્ણાતો છે. જેને સેન્ટરથી તેઓને ઈઝરાયલી કમાન્ડોએ ઉઠાવી લીધા છે. આ એક કેમિકલ રિસર્ચ સેન્ટર છે. જેનો ઉપયોગ ઈરાન અને સીરિયા બંને મળઈને કરતા હોય છે. આ વિસ્તારમાં ઘણીવાર સીરિયાઈ સરકારના અધિકારીઓ અને ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડના અધિકારીઓની બેઠકો થતી હોય છે.

સીરિયાના મસયફ અને હામામાં વિનાશ પછી હેલિકોપ્ટરથી ગ્રાઉન્ડ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક હેલિકોપ્ટરથી કમાન્ડો નીચે ઉતર્યા અને તેઓ ઈરાની ઓફિસરોના ઉપકરણો, યંત્રો અને દસ્તાવેજોને સાથે ઉઠાવી લીધા. આ તમામ લોકો મસયફના સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરમાં હતા. કમાન્ડોએ સેન્ટરના ગાર્ડને પણ મારી નાંખ્યો હતો.

રિસર્ચ સેન્ટરમાં ડ્રોન્સ અને રોકેટ્સ બનતા હોવાનો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, મસયફ અને હામાના આ સંશોધન કેન્દ્ર અસલમાં ડ્રોન્સ અને રોકેટ બનાવવાનું કામ કરતા હતા. સીરિયામાં આની પહેલા ઈઝરાયલે પહેલી એપ્રિલ 2024ના રોજ દમિશ્કમાં હુમલો કર્યો હતો. આમાં ઈરાનના બે જનરલ માર્યા ગયા હતા. તેઓની સાથે પાંચ બીજા લોકો પણ મોતને ભેટયા હતા. આ અગાઉ સાતમી ઑક્ટોબર 2023માં ઈઝરાયલે ઈરાનના સીનિયર મિલિટ્રી અધિકારીઓને ટાર્ગેટ બનાવવા શરૂ કર્યા હતા.

  • Follow us on: