• લેબનોનના હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા
  • ઈઝરાયલની સેનાએ દક્ષિણ લેબનાનના રહેવાસીઓને અરબી ભાષામાં ચેતવણી આપી
  • ઈઝરાયલે ફાઇટર વિમાનોથી કરેલા હુમલામાં હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું

ઇઝરાયલની સેના (IDF) લેબનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહી છે અને તેણે 100થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. લેબનોનના હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયલ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલાઓ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ દ્વારા સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવવા જઈ રહ્યા છે.

દક્ષિણ લેબનોનમાં ફાઇટર વિમાનના હુમલા

ઇઝરાયલના મીડિયા અનુસાર IDF ચીફ ઓફ સ્ટાફ વ્યક્તિગત રીતે અને સીધા હુમલાઓ પર નજર રાખી રહ્યા છે. ગુપ્ત માહિતીના આધારના નિર્દેશિત વાયુ સેનાએ ગશ્તી દલ હિઝબુલ્લાહના ઠેકાણાઓને ઓળખી રહ્યા છે. છેલ્લા એક કલાકથી ડઝનબંધ ફાઇટર વિમાને દક્ષિણ લેબનોનમાં હુમલા કરી રહ્યા છે.

IDFએ સમગ્ર દેશમાં ચેતવણી આપી

તેલ અવીવ નજીકના બેન ગુરિયન એરપોર્ટ પરની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે અને ઉત્તર ઇઝરાયલમાં રોકેટ સાયરન વાગી રહ્યા છે. ઇઝરાયલની રાષ્ટ્રીય ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ સેવા, IDFએ જણાવ્યું હતું કે, તેમણે સમગ્ર દેશમાં ચેતવણીનું સ્તર વધારીને "ગંભીર" કર્યું છે.

ઈઝરાયલની સેનાએ હુમલા અંગે માહિતી આપી

લેબનોનમાં કરવામાં આવેલા હુમલાની માહિતી આપતા ઈઝરાયલની સેનાએ રવિવારે સવારે જણાવ્યું હતું કે, તેને ખબર પડી છે કે હિઝબુલ્લા ઈઝરાયલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે, ત્યારબાદ અમારા બચાવમાં લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે.

લોકોને ચેતવણી આપી

દક્ષિણ લેબનાનના રહેવાસીઓને અરબી ભાષામાં ચેતવણી આપતા ઈઝરાયલની સેનાએ કહ્યું કે, અમે તમારા ઘરોની નજીક ઇઝરાયલના ક્ષેત્ર પર મોટા પાયે હુમલા કરવા માટે હિઝબુલ્લાહની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છીએ. તમે જોખમમાં છો. અમે હિઝબુલ્લાહના ખરાતને જોતા હુમલા કરી રહ્યા છે અને તેમને નષ્ટ કરી રહ્યા છે.

ઈઝરાયલે લેબનોનના લોકોને ચેતવણી આપી

દક્ષિણ લેબનોનમાં રહેતા લોકોને ઈઝરાયલે સંદોશો આપ્યો છે કે, તેઓ પોતાની સુરક્ષા માટે ઘરની બહાર આવે, કારણ કે અમે અમારો બચાવ કરવા માટે હુમલો કરી રહ્યા છીએ અને હિઝબુલ્લાહે લેબનાના નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે.

હિઝબુલ્લાહને નિશાન બનાવવામાં આવ્યા હતા

ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે, તેમના ફાઇટર વિમાનોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના 10 વિસ્તારોમાં હથિયારોના ડેપો, બેઝ અને રોકેટ લોન્ચ પેડને નિશાન બનાવ્યું છે. ફાઇટર વિમાનોના આ હુમલામાં હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે. આ પહેલા શનિવારે હિઝબુલ્લાએ ઈઝરાયલ તરફ મિસાઈલ હુમલા કર્યા હતા.

IDFએ પોતાના X એકાઉન્ટ હુમલાનો વીડિયો શેર કર્યો

હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈઝરાયલની સરહદની અંદર ઘણા મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. આ હુમલાઓ બાદ એક વીડિયો IDFએ પોતાના X એકાઉન્ટ શેર કર્યો છે, જેમાં ઘણા ઘરો સળગતા જોઈ શકાય છે. હિઝબુલ્લાહે આ હુમલો શુક્રવારે ઈઝરાયલના હુમલાના જવાબમાં કર્યો છે.

ગાઝા પર ઈઝરાયેલના હુમલા ચાલુ

બીજી તરફ ગાઝામાં છેલ્લા 11 મહિનાથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેના સતત ભીષણ હુમલાઓ કરી રહી છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, યુદ્ધમાં મૃત્યુઆંક 40 હજારને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં લગભગ 40,265 હજાર લોકોના મોત થયા છે. શુક્રવારે થયેલા તાજેતરના હુમલામાં 16 લોકોના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ છે.

  • Follow us on: