• ઈઝરાયલની સેના સતત પોતાના દુશ્મનોને ટાર્ગેટ બનાવી રહી છે
  • સાત ઑક્ટોબરે ઈઝરાયલમાં હમાસે આચરેલા કૃત્ય બાદ ઈઝરાયલનો વળતો હુમલો
  • ઈઝરાયલે લેબનોન અને સીરિયામાં એર સ્ટ્રાઈક કરી વિનાશ વેર્યો

ઈઝરાયેલની સેનાએ હમાસના એક મોટા બેઝને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. IDF એ તેની લાઈવ તસવીરો પણ જાહેર કરી છે. ઈઝરાયેલની સેના દ્વારા જારી કરવામાં આવેલી આ તસવીરોમાં જોરદાર હવાઈ હુમલામાં એક ઈમારત ધ્વસ્ત થતી જોઈ શકાય છે. આ હુમલાઓ સાથે, ઇઝરાયેલી વાયુસેનાએ દાવો કર્યો હતો કે વિનાશક હવાઈ હુમલામાં હમાસની આતંકવાદી સુરંગને નિશાન બનાવવામાં આવી હતી, જે આ ઇમારતની નીચેથી પસાર થઈ હતી.

ઈઝરાયેલની સેનાએ એવો પણ દાવો કર્યો છે કે આ ટનલ હમાસના મોટા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન હતી. જો કે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે ઇઝરાયેલ તરફથી સ્પષ્ટ થયું નથી. આ હુમલો ત્યારે થયો છે જ્યારે હિઝબુલ્લાહનો ડેપ્યુટી કમાન્ડર અલી આબેદ નઈમ શુક્રવારે જ ઈઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનમાં માર્યો ગયો હતો. નઇમ હિઝબુલ્લાહની મિસાઇલ અને રોકેટ યુનિટનો ડેપ્યુટી કમાન્ડર હતો. તેમના નેતૃત્વમાં ઈઝરાયેલ પર મોટા હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારથી નઈમ ઈઝરાયેલી સેનાના નિશાના પર હતો. IDF તેને શોધી રહ્યો હતો. લેબનોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ સીરિયાના અલેપ્પોમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 42 લોકોના મોત થયા છે. ઇઝરાયેલના વિમાનોએ હિઝબુલ્લાહના હથિયારોના ભંડારને નિશાન બનાવ્યું હતું. જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ ગાઝામાં હમાસના આતંકવાદીઓ તેમજ લેબનોન અને સીરિયામાં તેના દુશ્મનોને નિશાન બનાવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકાએ ગાઝામાં ખાદ્ય સંકટને લઈને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી આ આદેશ આવ્યો છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા પણ ગાઝામાં પેલેસ્ટાઈનીઓના નરસંહારને લઈને ઈઝરાયેલને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ખેંચી ચુક્યું છે. ઈઝરાયેલ ગયા વર્ષે ઓક્ટોબરથી ગાઝા પર ઘેરાબંધી કરી રહ્યું છે. તેના કારણે ગાઝામાં ખાદ્ય સંકટ ઉભું થયું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ગાઝાની 23 લાખની વસ્તીમાંથી 80 ટકા લોકોને બે સમયનું ભોજન મળી શકતું નથી. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે પૂરતા ખોરાક અને દવાઓના અભાવે બાળકો મૃત્યુ પામી રહ્યા છે. ગયા અઠવાડિયે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસે દાવો કર્યો હતો કે ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 60 ટકા બાળકો કુપોષિત છે.
  • Follow us on: