- વિશ્વના દરેક ખંડમાંથી લગભગ 12,042 પેપ્સીના કેન એકત્ર કર્યા છે
- કેવેલેટી મૂળ મિલાનના છે અને સિન્થેટિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિગ્રી ધરાવે છે
- વર્ષ 1989માં ફિલ્મ ફિલ્મ બેક ટુ ફ્યુચર જોયા બાદ શોખ પૈદા થયો
ઈટલીના પુરુષે સૌથી વધુ પેપ્સીના કેન ધરાવતો હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે ક્રિશ્ચિયન કેવેલેટી નામના વ્યક્તિએ વિશ્વના દરેક ખંડમાંથી લગભગ 12,042 પેપ્સીના કેન એકત્ર કર્યા છે. જેમાં કેટલાક સૌથી જૂના કેન પણ સામેલ છે.
કેવેલેટીના સંગ્રહમાં પીણાની અન્ય મર્યાદિત આવૃત્તિઓ પણ છે. કેવેલેટી મૂળ મિલાનના છે અને સિન્થેટિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિગ્રી ધરાવે છે. સ્થાનિક ટેક્સટાઈલ પેઢી માટે તેઓ સાઈટ મેનેજર તરીકે કામ કરે છે. વિશ્વભરમાંથી પેપ્સી કેન એકત્ર કરવાના તેમના શોખને લીધે તેઓ વર્લ્ડ રેકોર્ડ તોડી શખ્યા છે.
52 વર્ષીય કેવેલેટીએ વર્ષ 2004માં પેપ્સીની 4391 કેન એકત્ર કરી સૌ-પ્રથમવાર વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેમનો સંગ્રહ હવે એક વાસ્તવિક સંગ્રહાલય છે કારણ કે તેઓ નવી કલાકૃતિઓ ઉમેરતા રહે છે. GWRએ જણાવ્યું કે તેમના દ્વારા એકત્ર કરવામાં કેન્સની માર્ચ-2022માં ફરીવાર ગણતરી કરવામાં આવી હતી અને કેવેલેટીએ તેમનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
કેવેલેટીનો જન્મ વર્ષ 1980માં થયો હતો અને 1 જૂન 1989થી તેઓએ પેપ્સી કેન એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મ બેક ટુ ફ્યુચર જોયા બાદ તેમણે પોતાના ભાઈ – એડોઆર્ડો સાથે મળીને પેપ્સી કેન એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમાં પાત્ર માર્ટી મેકફ્લાય પેપ્સીનું ઓર્ડર આપે છે અને તેમને ભાવિ "પેપ્સી પરફેક્ટ" બોટલ મળે છે. એડોઆર્ડોએ પ્રખ્યાત સાય-ફાઇ ફિલ્મ સાથે સંકળાયેલ કલાકૃતિઓ એકત્ર કરવાનું શરૂ કર્યું, અને "પેપ્સી પરફેક્ટ" તેમાંથી એક હતું.
કેવેલેટી અને તેમના ભાઈ હવે પેપ્સી ટ્વીન્સ તરીકે ઓળખાય છે. તેમના બેઝમેન્ટ મોટાપ્રમાણમાં પેપ્સી કેનનો સંગ્રહ કરવામાં આવ્યો છે.