- મેલોનીના ચહેરા પર એડલ્ટ સ્ટારનો ચહેરો લગાવી વીડિયો બનાવી વાયરલ કરી દીધો
- જ્યોર્જિયા મેલોનીએ આરોપી સામે કોર્ટમાં માનહાનિ કેસ દાખલ કરાવ્યો
- પીએમ મોદીએ પણ ડીપ-ફેક વીડિયો અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી
ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ડીપ-ફેકનો શિકાર બન્યાં છે. તેમને ડીપ-ફેક અશ્લીલ વીડિયો બનાવ્યા બદલ અને એને વાયરલ કરવા આોપી પાસે એક લાખ યુરોનું વળતર માગ્યું છે. ભારતીય ચલણમાં આ આશરે 90 લાખ રૂપિયા થાય છે.
જ્યોર્જિયો મેલોનીનો ચહેરો એડલ્ટ મુવીની સ્ટારનો ચહેરો લગાવી દીધો છે અને ફરી તેને અમેરિકી એડલ્ટ કન્ટેન્ટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે. આરોપીઓમાં પિતા-પુત્ર સામેલ છે. પુત્રની ઉંમર 40 વર્ષ અને તેના પિતાની ઉંમર 73 વર્ષ છે. બંને મળીને મેલોનીનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો. આરોપીઓ સામે મેલોનીએ માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે.
પોલીસ આરોપીઓ સુધી મોબાઈલ ફોનને લીધે પહોંચી
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, તેઓ વીડિયો અપલોડ કરવા માટે વપરાશમાં લેવાયેલા સ્માર્ટફોનને ટ્રેક કરી આરોપીઓ સુધી પહોંચ્યા હતા. ડીપ-ફેક વીડિયો વર્ષ-2022માં તેમના દેશના વડાપ્રધાન તરીકે નિયુકત થયાની પહેલાનો છે. વીડિયોને ત્યારથી લાખો વાર જોવાઈ ચુક્યો છે. મેલોની કોર્ટમાં બીજી જુલાઈએ કોર્ટમાં નિવેદન આપશે. ઈટાલીમાં માનહાનિ કેસમાં આરોપીઓને સજા પણ થઈ શકે છે.
મેલોની વળતરની રકમ દાનમાં આપશે
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની કાનૂની ટીમે કહ્યું કે વળતરની માંગ કરવી એક પ્રતીકાત્મક કાર્યવાહી છે. મેલોની વળતરની સમગ્ર રકમ પુરુષ હિંસાની શિકાર મહિલાની મદદ માટે દાન કરી દેશે. મેલોનીના વકીલ મારિયા ગિઉલિયાએ કહ્યું કે વળતરની માંગ એવી મહિલાઓ માટે એક સંદેશ છે, જે આ પ્રકારની હિંસાનો શિકાર બની છે. મેલોની કહે છે કે હિંસાની શિકાર મહિલાઓ અવાજ ઉઠાવતા ન ડરે.
ડીપ-ફેક શું છે ?
ડીપ-ફેક શબ્દ પ્રથમવાર વર્ષ-2017ના અંતમાં સામે આવ્યો હતો. રેડિટ પર આ નામના એક યૂઝરે ઓપન સોર્સ ફેસ સ્વેપિંગ ટેક્નિકની સાથે બનાવેવા અભદ્ર વીડિયો શેર કરવા એક પ્લેટફોર્મ બનાવ્યું હતું. ડીપ-ફેક એટલે કે જૂઠ્ઠું. એઆઈની મદદથી આવી ફિલ્મો બનાવવામાં આવી રહી છે જે સત્ય નથી હોતી. પરંતુ સત્ય દેખાય છે. આ જનતાના વિશ્વાસ અને સચ્ચાઈ માટે ખતરો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીપ-ફેક ટેક્નોલૉજીને ખતરનાક ગણાવી હતી
પીએમ મોદીએ ડીપ-ફેક વીડિયોને લઈ કહ્યું હતું કે એઆઈથી બનેલો વીડિયો ખૂબ ચિંતાનો વિષય છે. ડીપ-ફેક ખોટી માહિતી ફેલાવે છે અને જનતાના મંતવ્યને વિકૃત કરી તેની પ્રતિષ્ઠાને નુકસાન કરતું શક્તિશાળી ઉપકરણ છે. કારણ કે આનો ઉપયોગ વ્યકિતોએ દ્વારા કંઈક કહેવા અથવા નક્કર ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ બનાવવા માટે કરાઈ શકે છે. જે તેઓએ કદી ન કર્યો હોય ઘણા નેતાઓ ડીપ-ફેકની વધતી પબ્લિસિટી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.