- એક દીકરીના માતા છે ઇટાલિયન વડાપ્રધાન
- લગ્ન વગર પત્રકાર સાથે હતા પ્રેમસંબંધ
- ઇટાલિયન ટીવી શોના હોસ્ટ છે મેલોનીનો પ્રેમી
ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે જણાવ્યું છે કે તે પોતાના પત્રકાર પ્રેમી એન્ડ્રીયા જિયામબ્રુનોથી અલગ થઈ ગયા છે. તેઓ છેલ્લા 10 વર્ષથી રિલેશનશીપમાં હતા. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર મેલોનીએ ટ્વિટ કરતાં માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા પર જ્યોર્જિયા મેલોનીએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે, “એન્ડ્રીયા જિયામબ્રુનો સાથેના મારા 10 વર્ષથી ચાલતા સંબંધોનો અંત આવ્યો છે.”
મહત્વનું છે કે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પત્રકાર એન્ડ્રીયા જિયામબ્રુનો છેલ્લા 10 વર્ષથી રિલેશનશીપમાં હતા અને તેમણે લગ્ન નહોતા કર્યા. તેમની એક 7 વર્ષની દીકરી પણ છે.
મેલોનીએ વધુમાં આગળ લખ્યું છે કે, “હું એન્ડ્રીયાનો આભાર માંનું છું કે તેની સાથે આટલા અદભૂત વર્ષો એક સાથે વિતાવ્યા. આપણે ઘણી મુશ્કેલીઓ જોઈ અને તે મને મારા જીવનની સૌથી અણમોલ ભેટ આપી છે અને તે છે આપની દીકરી જીનેવરા.”
પત્રકાર એન્ડ્રીયા જિયામબ્રુનો ઇટાલિયન ફ્રી-ટુ-એર ટેલિવિઝન ચેનલ પર એક શો "Diario del Giorno" હોસ્ટ કરતો હતો ત્યારે ઓગસ્ટમાં તેમના શોમાં એવું સૂચન કરે છે કે સ્ત્રીઓ વધુ પડતા નશામાં ન આવીને બળાત્કારથી બચી શકે છે ત્યારે તેની ટીકા થઈ હતી.
મેલોનીએ તે એપિસોડ બાદ કહ્યું હતું કે તેના પાર્ટનર દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેના માટે તેને જજ ન કરવો જોઈએ અને ભવિષ્યમાં તેના વર્તનને લઈને તે કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપે.









