• કોઈપણ દેશ ખોટી માહિતી, સુત્રોચ્ચાર અને પ્રચાર દ્વારા આ હકીકતને નકારી શકે નહીં: પ્રતીક માથુર

  • ભારતે સંયુક્ત રાષ્ટ્રના સુધારા પર ભાર મૂક્યો: પ્રતીક માથુર
  • રૂચિરા કંબોજે સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને આકરા શબ્દોમાં સંભળાવ્યું 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને રહેશે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશ ખોટી માહિતી, સુત્રોચ્ચાર અને પ્રચાર દ્વારા આ હકીકતને નકારી શકે નહીં.

ભારતે સંયુક્ત રાષ્ટ્રના સુધારા પર ભાર મૂક્યો

[[$googlead]]

પ્રતીક માથુરે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વીટો પહેલ' અપનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે. વીટો પર ભારતની સ્થિતિ સતત અને સ્પષ્ટ રહી છે. UNGAએ 2008માં સર્વસંમતિથી સંમતિ આપી હતી કે UNSC સુધારણાના તમામ પાંચ પાસાઓ જેમાં વીટોના પ્રશ્નનો સમાવેશ થાય છે તેનો સર્વગ્રાહી રીતે નિર્ણય લેવામાં આવશે અને તેથી તેને કોઈ એક જૂથથી અલગ કરીને સંબોધવામાં આવશે નહીં.

[[$alsoread]]

ભારતે વીટોના ઉપયોગ પર કહ્યું…

તેમણે કહ્યું હતું કે, માત્ર 5 સભ્ય દેશોને જ વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર છે. તે રાજ્યોની સાર્વભૌમ સમાનતાના ખ્યાલની વિરુદ્ધ છે અને માત્ર બીજા વિશ્વયુદ્ધની માનસિકતાને કાયમી બનાવે છે.

ભારતીય પ્રતિનિધિએ કહ્યું હતું કે કાં તો તમામ રાષ્ટ્રો સાથે મતદાનના અધિકારની દ્રષ્ટિએ સમાન વર્તન કરવામાં આવે છે અથવા નવા કાયમી સભ્યોને પણ વીટો આપવો જોઈએ.


રૂચિરા કંબોજે સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને આકરા શબ્દોમાં સંભળાવ્યું 

તમને જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને આકરા શબ્દોમાં સંભળાવ્યું હતું. પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણએ કહ્યું હતું કે, વાહિયાત વાતોનો જવાબ નથી આપતી. આવી બાબતોનો જવાબ આપવાનો અર્થ સુરક્ષા પરિષદનો સમય બગાડવાનો છે અને તે આવું નહીં કરે. કંબોજ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા: સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંતોને જાળવી રાખતા અસરકારક બહુપક્ષીયવાદ' વિષય પર બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

  • Follow us on: