- 2023ના જન્મદરને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી
- જન્મદરનો આંક 5.1%થી ઘટીને 7 લાખ 58 હજાર 631 થયો
- લગ્નદરનો આંક 5.9%થી ઘટીને 4 લાખ 89 હજાર 281 થઈ
જાપાનમાં બાળકોના જન્મદરની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે જાપાન સરકાર તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વર્ષ 2023ના જન્મદરને લઈને ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર દેશમાં નવજાત બાળકોના જન્મ પ્રમાણના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 8 વર્ષમાં આ સૌથી ઓછા આંકડા છે. જેને લીધે જનસંખ્યાને લઈને જાપાન સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2023નો જન્મદરનો આંક 5.1 ટકાથી ઘટીને 7 લાખ 58 હજાર 631 થઈ ગયો છે. તો, આ સાથે લોકોમાં લગ્નના આંકડાને લઈને પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગ્નોની સંખ્યા 5.9% ઘટીને 4 લાખ 89 હજાર 281 થઈ ગઈ છે. જણાવી દઈએ કે છેલ્લા 90 વર્ષમાં પહેલી વખત વાર્ષિક લગ્નોની સંખ્યામાં 5 લાખની નીચે ગઈ છે.










