- દુબઈના શહેર અલ માડમ પાસે આવેલું છે એક નિર્જન ગામ
- આખરે કેમ અચાનક ગામલોકો છોડી ગયા આખું ગામ
- ગામના દરેકે દરેક ઘરમાં હાલ ખડકાયા રેતીના ઢગલા
દુબઈના હટ્ટા રોડ પર પાસે આવેલ એક નાના શહેર અલ માડમથી લગભગ 2 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં એક ગામ ગામ આવેલું છે જે સંપૂર્ણપણે નિર્જન બની ગયું છે. આ નાનકડું ગામ આખરે કેમ અચાનક નિર્જન બની ગયું. એવું તે શું થયું તેના પાછળ અનેક રહાસ્યમયી વાર્તાઓ છે.
દુબઈનો આ રહસ્યમય વિસ્તાર હટ્ટા રોડ પર સ્થિત નાના શહેર અલ માડમથી લગભગ 2 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે. એક સમયે અહીં અલ કુત્બી જાતિના લોકો વસતા હતા. અહીંયા લોકો રાતોરાત આ ગામ છોડીને પલાયન કરી ગયા. અહીની ભૂતિયા વાર્તાઓ પણ ખાસ્સી પ્રચલિત છે. લોકોનું માનવું છે કે રેતાળ જમીનની નીચે કેટલીક અજીબોગરીબ વસ્તુઓ છે જે તેમના ઘરોમાં ઘૂસી જાય છે.











