• જો બાઇડેન ફેરવેલ સ્પિચમાં થયા ભાવુક થતા આંખમાં આંસુ આવ્યા
  • બાઇડેને કમલા હેરિસને સમર્થન આપવા લોકોને વિનંતી કરી
  • કમલા હેરિસને પસંદ કરવાનો મારો પહેલો નિર્ણય હતો: બાઇડેન

અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનની શરૂઆતની રાત્રે કેન્દ્રમાં સ્થાન લીધું હતું. તેમણે તેમના સમર્થકો તરફથી લાંબા સમયથી અભિવાદન મેળવ્યું હતું અને તે પાર્ટીને વિદાય ભાષણ આપ્યું હતું, જેમની તેમણે અડધી સદી સુધી સેવા આપી હતી. જોકે રાષ્ટ્રપતિ પદ પર રહેવા માટે તેમની પાસે પાંચ મહિના બાકી છે. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે સ્ટેજ પર તેમની પુત્રી એશ્લે અને પત્ની જીલ દ્વારા પરિચય કરાવ્યા બાદ તેઓ સ્ટેજ પર આવ્યા હતા. એશ્લેને ભેટ્યા બાદ તેઓ ખૂબ જ ભાવુક થયા હતા અને આંસુ લૂછતા જોવા મળ્યા હતા.

'હું તમને પ્રેમ કરું છું'

લોકોએ પોતાના હાથમાં બેનરો પકડ્યા હતા જેના પર લખ્યું હતું કે 'અમે બાડેનને દિલથી પ્રેમ કરીએ છીએ.' બાઇડેને દેશના લોકોને પણ કહ્યું કે, 'હું તમને પ્રેમ કરું છું.' જો બાઇડેને કહ્યું કે, શું તમે સ્વતંત્રતા માટે મત આપવા તૈયાર છો? શું તમે લોકશાહી અને અમેરિકા માટે મત આપવા તૈયાર છો? હું તમને પૂછું છું, શું તમે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝને ચૂંટવા માટે તૈયાર છો?

'હેરિસને પસંદ કરવી એ મારો શ્રેષ્ઠ નિર્ણય હતો'

શિકાગોમાં બાઇડેને તેમના સંબોધનમાં ચાર દિવસીય કાર્યક્રમની શરૂઆતમાં હેરિસને તેમના સંપૂર્ણ સમર્થનનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, 'હું જ્યારે પાર્ટીનો ઉમેદવાર બન્યો ત્યારે કમલાને પસંદ કરવાનો મારો પહેલો નિર્ણય હતો અને તે મારી સમગ્ર કારકિર્દીનો શ્રેષ્ઠ નિર્ણય છે. તે કઠોર, અનુભવી અને તેનામાં ખૂબ જ ઈમાનદારી છે.

પક્ષના નેતાઓના દબાણમાં બાઇડેને રાષ્ટ્રપતિ પદ છોડવાનો નિર્ણય લીધો હતો

બાઇડેને 21 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ છોડવાનો નિર્ણય પક્ષના નેતાઓના ભારે દબાણ હેઠળ લીધો હતો. પાર્ટીમાં મોટાભાગના લોકો ચિંતિત હતા કે 81 વર્ષીય રાષ્ટ્રપતિ બીજી ચૂંટણી જીતવા માટે અને ચાર વર્ષ સુધી પદ પર બન્યા રહેવા માટે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે. હેરિસને આ સમયે વ્યાપક સમર્થન મળી રહ્યું છે. તેમના અભિયાને ભંડોળ એકત્રીકરણમાં રેકોર્ડ તોડ્યા છે. કેટલાક ચૂંટણી સર્વે પણ હેરિસની જીત તરફ ઈશારો કરી રહ્યા છે.

'મારું હૃદય અને આત્મા આ દેશને આપ્યો'

અમેરિકના રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે, 'મને મારી નોકરી ગમે છે, પરંતુ હું મારા દેશને વધુ પ્રેમ કરું છું.' તેમના સંબોધનના અંતે તેમણે કહ્યું કે, તમારામાંથી ઘણા લોકોની જેમ મેં પણ મારું હૃદય અને આત્મા આ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.' તેણે વધુમાં કહ્યું કે, 'અમેરિકા, મેં તને મારું સર્વશ્રેષ્ઠ આપ્યું.'

રાષ્ટ્રપતિનું ભાષણ સમાપ્ત થયા બાદ જો બાઇડેન હેરિસ અને તેના પતિ ડગ એમહોફ બિઇડેન અને તેની પત્ની જીલને ભેટવા માટે આગળ આવ્યા. ભેટ્યા બાદ ઉપરાષ્ટ્રપતિએ બાઇડેનને કહ્યું, 'હું તમને પ્રેમ કરું છું.'