- હોસ્પિટલ પર બોમ્બ વિસ્ફોટ બાદ ઈઝરાયેલ-હમાસ વચ્ચે તણાવ
- ગાઝાની હોસ્પિટલ પર હુમલાને લઇ જો બાઇડનનું નિવેદન
- આ હુમલા પાછળ કોઈ અન્યનું ષડયંત્ર: જો બાઇડન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઇઝરાયેલની મુલાકાતે છે. તેવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, મારા આવવાનો હેતુ દુનિયાને અમેરિકાના સ્ટેન્ડ વિશે જણાવવાનો છે. હું ઇચ્છું છું કે વિશ્વ અને ઇઝરાયલના લોકોને ખબર પડે કે અમેરિકા ક્યાં ઊભું છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ જે રીતે ઈઝરાયેલમાં ઘૂસીને 1300થી વધુ લોકોની હત્યા કરી હતી, તેમાં 31 અમેરિકનો પણ સામેલ હતા.
હોસ્પિટલ પર બોમ્બ વિસ્ફોટ બાદ ઈઝરાયેલ-હમાસ વચ્ચે તણાવ
ગાઝાની અલ અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર બોમ્બ વિસ્ફોટ બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વધેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુને ક્લીનચીટ આપી દીધી છે. તેલ અવીવ પહોંચેલા જો બાઇડને કહ્યું કે એવું લાગે છે કે ગાઝાની હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં ઈઝરાયેલનો હાથ નહોતો. આ હુમલા પાછળ કોઈ અન્યનું ષડયંત્ર છે.તેલ અવીવ પહોંચેલા અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા જો બાઇડને કહ્યું કે અમેરિકા ગાઝાની હોસ્પિટલ પર મંગળવારે રાત્રે થયેલા હુમલાની સખત નિંદા કરે છે. તેણે કહ્યું કે અહીં આવ્યા બાદ મેં જે પણ જોયું છે તે જોતાં એવું લાગે છે કે આ ઘટનામાં ઈઝરાયેલનો કોઈ હાથ નથી.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાઝાની અલ અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર મોડી રાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઈઝરાયેલ નહીં પણ હમાસ સામેલ હોઈ શકે છે. જો કે, હજુ સુધી ન તો જો બાડેને આ હુમલાને લઈને કોઈ પુરાવા રજૂ કર્યા છે અને ન તો ઈઝરાયેલની સેના દ્વારા કોઈ પુરાવા આપવામાં આવ્યા છે.
મારો ઉદ્દેશ્ય વિશ્વને અમેરિકાનું વલણ જણાવવાનો: જો બાઇડન
પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, મારા આવવાનો ઉદ્દેશ્ય દુનિયાને અમેરિકાના સ્ટેન્ડ વિશે જણાવવાનો છે. હું ઇચ્છું છું કે વિશ્વ અને ઇઝરાયલના લોકોને ખબર પડે કે અમેરિકા ક્યાં ઊભું છે. તેમણે કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ જે રીતે ઈઝરાયેલમાં ઘૂસીને 1300થી વધુ લોકોની હત્યા કરી હતી, તેમાં 31 અમેરિકનો પણ સામેલ હતા. મહિલાઓ અને બાળકો સહિત લગભગ 200 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. હમાસની કેદમાં બાળકો શું વિચારતા હશે તેની કલ્પના કરો. આની કલ્પના કરવી પણ મારી સમજની બહાર છે. હમાસના આતંકવાદીઓ ISIS કરતા વધુ ખતરનાક છે.









