• બરાક ઓબામા અને મિશેલ ઓબામાએ કમલા હેરિસને ટેકો આપતા દાવેદારી મજબૂત થઈ
  • અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
  • કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં રેસમાં આગળ હોવાનો સરવેમાં દાવો

જગત જમાદાર અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપતા કમલા હેરિસે જણાવ્યું કે, તેઓ પોતાની દાવેદારીના ફોર્મ પર સહી કરી દીધી છે અને હવે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનું જાહેર કરી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યા પછી જ હેરિસે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો હતો. 

https://twitter.com/KamalaHarris/status/1816998711056052463 

હવે ટ્રમ્પ અને કમલા ચૂંટણીની રેસમાં

બરાક અને મિશેલ ઓબામાએ કમલાને ટેકો આપતા અમેરિકામાં હવે હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રપતિ ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં ટ્રમ્પ અને કમલા હેરિસ આખા અમેરિકામાં ચૂંટણી અભિયાન ધમરોળશે ત્યારે વાક્ બાણ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થશે. 

ઓબામાએ તાત્કાલિક કમલા હેરિસને ટેકો નહોતો આપ્યો

ઉલ્લેખનીય છે કે, ઓબામાએ રવિવારે રાષ્ટ્રપતિ બાઈડેને ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા પછી તરત હેરિસનું સમર્થન નહોતું કર્યું. ઓબામાએ ઉપરાષ્ટ્રપતિનું સમર્થન કરવા એક વીડિયો જાહેર કર્યો હતો. ઓબામાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં મિશેલ અને મારા મિત્ર કમલા હેરિસને ફોન કર્યો. અમે કહ્યું કે અમને લાગે છે કે તેઓ અમેરિકાની એક શાનદાર રાષ્ટ્રપતિ બનશે. જેથી અમે કમલા હેરિસને ટેકો આપી દીધો હતો. 

 કમલા હેરિસે બરાક અને મિશેલનો આભાર માન્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ફોન પર હેરિસે જણાવ્યું કે મિશેલ અને મને તમે સમર્થન આપવા બદલ ગર્વ છે. અમે આ ચૂંટણીમાં જીત માટે રાષ્ટ્રપતિ કાર્યાલય સુધી પહોંચાડવાના તમામ પ્રયાસ કરીશું. જ્યારે મિશેલ ઓબામાએ કહ્યું કે મને કમલા હેરિસ પર ગર્વ છે. આ ઐતિહાસિક છે. હેરિસના સમર્થન અને તેઓની મિત્રતા માટે આભાર માન્યો. તેમને કહ્યું કે તમે બંનેને આભાર. આ મારી માટે ખૂબ અર્થ રાખે છે. અમે આગળ સારું કરીશુ.

અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઈડેને રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી ચૂંટણી નહિ લડે. ત્યારબાદ તેઓએ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસના નામને ટેકો જાહેર કર્યો હતો. બાઈડેન ચૂંટણીમાંથી ખસ્યા પછી હેરિસના સમર્થનમાં તાબડતોબ આગળ આવ્યા હતા. અમેરિકામાં આ વર્ષે પાંચ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે.