• કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને અભદ્રતા
  • એક-એક દિવસ ડરમાં પસાર થઈ રહ્યો છેઃ વિદ્યાર્થીઓ
  • સ્થિતિ કાબૂમાં છે અને સ્ટુડન્ટ્સ પણ સુરક્ષિત છેઃ ભારતીય એમ્બેસી

મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનમાં હાલમાં હિંસા વધી રહી છે. ભારતીય સહિત અન્ય વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક લોકો નિશાન બનાવી રહ્યા છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં તણાવ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. અહીં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે સ્થાનિકો રવિવારે કેમ્પસમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા અને પોલીસે આવીને તેમને રોક્યા. સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે શહેરમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યા છે.

જેને બહાર જોઈશું તેને નિશાન બનાવીશું

મળી રહેલી માહિતિ અનુસાર એક વિદ્યાર્થીએ કહ્યું કે સ્થિતિ ગંભીર છે પણ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. એક વિદ્યાર્થીએ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે ભલે સિક્યોરિટી છે પણ એ નક્કી છે કે સ્થાનિક લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેઓે જેને બહાર જોશે તેને નિશાન બનાવશે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને અભદ્રતા થઈ રહી છે. જેના કારણે તેઓ ડરી રહ્યા છે. એક-એક દિવસ ડરમાં પસાર થઈ રહ્યો છે. તેઓએ વીડિયો કોલથી મદદ માંગી છે. વિદ્યાર્થીઓના પેરન્ટ્સે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને વિદેશમંત્રીને જાણ કરી છે. કિર્ગિસ્તાનમાં ઉજ્જૈનના પણ 8 વિદ્યાર્થીઓ ફસાયા છે.

રાજસ્થાનમાં પણ ચિંતાનો માહોલ

બિશ્કેકમાં સ્થાનિક લોકો એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પર કરાયેલા હુમલા બાદ રાજસ્થાનના કરૌલી જિલ્લાના હિંડોનમાં ભયનો માહોલ છે. અહીંના વિદ્યાર્થીઓના પરિવાર ચિંતામાં છે. તેઓએ ભારત સરકાર પાસે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સકુશળ પાછા બોલાવવાની માંગ કરી છે. અહીના 6 વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા ત્યાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પર થતા હુમલા અને તેમના ફસાવવાથી પરિજનોની સ્થિતિ પણ બગડી છે. પીડિતોએ પોતાની સ્થિતિના વીડિયો પરિવારને મોકલ્યા છે.

કિર્ગિજ સ્ટેટ મેડિકલ એકેડમીમાં થયેલી ઘટનાને લઈને સ્ટુ઼ડન્ટે કહ્યું કે અહીં સ્થિતિ કાબૂમાં નથી. કિર્ગિસ્તાનના ભારતીય દૂતાવાસે કહ્યું કે સ્થિતિ કાબૂમાં છે અને સ્ટુડન્ટ્સ પણ સુરક્ષિત છે. તેમને પ્રશાસનની તરફથી ગાઈડલાઈન ફોલો કરવાનું કહેવામાં આવ્યું છે. એમ્બેસીએ કહ્યું કે જો વિદ્યાર્થીઓને કોઈ તકલીફ છે તો તેઓે સંપર્ક કરી શકે છે.  

  • Follow us on: