- ચીનના યુનાન પ્રાંતમાં અચાનક ભૂસ્ખલનની દુર્ઘટના
- ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
- ભૂસ્ખલનમાં 18 ઘર કાટમાળમાં દટાયા
ચીનના પર્વતીય વિસ્તાર યુનાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સોમવારે સવારે છ વાગ્યે ભૂસ્ખલન થતા 44 લોકો કાટમાળમાં દટાઈ ગયા છે. ઘટનાસ્થળેથી 200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે રાહત અને બચાવ કામગીરી હજી યથાવત્ છે. ભૂસ્ખલનને લીધે અનેક મકાન ધરાશાયી થઈ ગયા છે. સૂત્રો અનુસાર ઘટના ચીનના દક્ષિણ પશ્ચિમ પ્રાંત યુનાનની છે. આ દુર્ઘટનાનું કારણ હજી સામે આવ્યું નથી.
રૅસ્કયૂ યથાવત્













