હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દરમિયાન ઈઝરાયલને વધુ એક મોરચે લડવાની નોબત આવી છે. ઈઝરાયેલની સેનાએ આજે ફરી લેબેનોન પર ઘાતક હુમલો કર્યો છે. ઈઝરાયેલના ડઝનબંધ ફાઇટર પ્લેન્સે 100થી વધુ હિઝબુલ્લાના ઠેકાણાઓને નષ્ટ કર્યા છે.


લેબનોનના આકાશમાં ઈઝરાયલી વિમાનોના અવાજ અને બોમ્બ અને મિસાઈલના વિસ્ફોટના અવાજથી લોકો ગભરાઈ ગયા છે. આ નવીન હુમલો થોડા કલાકો પહેલા જ કરવામાં આવ્યો હતો. આઈડીએફનું કહેવું છે કે છેલ્લા કેટલાક કલાકોમાં ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર સહિત દક્ષિણ લેબનોનમાં લગભગ 110 લક્ષ્યો પર મોટો હુમલો કર્યો છે. આમાં હિઝબુલ્લાનો નાશ થયો છે.

ઈઝરાયલના આ હુમલામાં ઘણા લોકોનાં મોતની આશંકા છે. ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા. હવે તાજા હુમલા બાદ લેબનોનમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. ઈઝરાયેલના હુમલા બાદ ઈમારતો ખંડેર હાલતમાં જોઈ શકાય છે. લેબનોનમાં હિઝબુલ્લાહની સાઇટ્સ પર શનિવારના રોજ શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ તાજેતરના હુમલાઓ થયા છે. આઈડીએફના જણાવ્યા અનુસાર અગાઉના હુમલામાં લગભગ 290 હિઝબુલ્લાહ ઠેકાણાઓને ટાર્ગેટ કરાયા હતા, જેમાં રોકેટ લોન્ચર અને અન્યોનો સમાવેશ થાય છે. IDFનું કહેવું છે કે તાજેતરના હુમલામાં હજારો રોકેટ લોન્ચર બેરલ નાશ પામ્યા છે.

શનિવારે થયેલા હુમલામાં 37 લોકો મોતને ભેટયા
આ અગાઉ શનિવારે લેબેનોમાં કેટલાક વિસ્તારમાં ઈઝરાયલી સૈન્યએ જોરદાર બોમ્બમારો કર્યો હતો. આમાં આશરે 37 લોકોનાં મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અત્યાર સુધી પણ ઘણા લોકોની શોધખોળ ચાલી રહી છે. કેટલાક લોકો કાટમાળમાં દટાઈ ગયા હોવાની શક્યતા છે. ઈઝરાયલના હુમલા પછી લેબેનોનમાં હાહાકાર થયો છે.
  • Follow us on: